પિલાણ ક્વોલિટીની મગફળીના ભાવ નરમ રહ્યા

WhatsApp Group Join Now

Telegram Group Join Now

પિલાણ ક્વોલિટીની મગફળીમાં સીંગતેલની પાછળ ઘટાડો હતો. આજે ગોંડલમાં સતત ત્રીજી વાર 50 હજાર ગુણી ઉપરની આવકો થઈ છે, પંરતુ વેપારો ઠંડા હોવાથી બજારો પણ મણે રૂ.5 થી 10 નરમ હતી.

જી-20 ક્વોલિટીનાં મગફળીનાં ભાવ નરમ રહ્યાં હતાં. મગડી કે જીણી જાતોની હવે ખાસ આવક નથી અને જે ખેડૂતો પાસે પડી છે તેમને પોતાનાં ભાવ ન આવે ત્યાં સુધી વેચાણ કરવી નથી, પરિણામે તેમાં પણ મિડીયમ માલો જ બજારમાં આવી રહ્યાં છે.

ગોંડલમાં મગફળીની 60 હજાર ગુણીની આવક હતી અને વેપાર 15 હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીના ભાવ જી-20 માં રૂ.૧૧૦૦થી 1180, રોહીણીમાં રૂ.1000 થી 1150, 66 નંબરમાં રૂ.900 થી 1130નાં ભાવ હતાં. જી-37 માં રૂ.1000 થી 1100નાં ભાવ હતાં.

ગોંડલમાં મગફળીની 60 હજાર ગુણીની આવક, પરંતુ વેપારો માત્ર 15 હજાર ગુણીનાં થયા…

રાજકોટમાં 13 હજાર ગુણીનાં વેપાર થયા હતાં. રાજકોટ મગફળીના ભાવ ટીજે 37માં રૂ.630 થી 1060, 24 નં. રોહિણીમાં રૂ.850 થી 1100, 39નં.બોલ્ડમાં રૂ.850 થી 1000, જી-20 માં રૂ.1070 થી 1180, 66 નંબરમાં રૂ.600 થી 1080 અને 99 નં.માં રૂ.1040 થી 1090 નાં ભાવ હતાં. 9 નંબરમાં રૂ.1040 થી 1150 નાં ભાવ હતાં.

જામનગરમાં 4000 ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીના ભાવ જી-20 માં રૂ.1025 થી 1150, જી-37 નાં ભાવ રૂ.900 થી 1050, 66નંબરમાં રૂ.950 થી 1050 અને રોહીણીમાં રૂ.650 થી 1100 નાં ભાવ હતાં. 9 નંબરમાં રૂ.1200 સુધીનાં ભાવ હતાં.

મહુવામાં 1700 ગુણીની આવક હતી અને મહુવા મગફળીના ભાવ મગડીમાં રૂ.1051 થી 1147 અને જી-20 માં રૂ.696 થી 1176 નાં ભાવ હતાં.

હીંમતનગરમાં 700 ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીના ભાવ રૂ.1000 થી 1275 સુધીનાં ભાવ બોલાયાં હતાં.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment