ઘઉં બજારમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. નવા ઘઉંની આવકો વધી રહીછે અને છેલ્લા બે દિવસથી તડકા પડી રહ્યાં હોવાથી કાપણી ચાલુ થઈ ગઈ છે, જેને પગલે આગામી સપ્તાહથી આવકો વધુ વધશે તેવી ધારણાએ ઘઉંનાં ભાવ માં આજે મણે રૂ.૧૦નો ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ભાવ હજી થોડા નીચા આવે તેવી સંભાવનાં છે.
નવા ઘઉંની કેશોદમાં આજે ૧૫૦૦ ગુણીની આવક હતી અને કેશોદ ઘઉંનાં ભાવ રૂ.૩૪૫થી ૩૭૫નાં હતાં.
જૂના ઘઉંમાં રાજકોટમાં ઘઉંની ૧૫૦૦ બોરીની આવક હતી અને મિલબર ઘઉંનાં ભાવ માં રૂ.૩૪૮ થી ૩પરનાં ભાવ હતાં. જ્યારે એવરેજ ક્વોલિટીમાં રૂ.૩પપથી ૩૬૦ અને બેસ્ટમાં રૂ.૩૭૦ થી ૩૮૦નાં ભાવ હતાં. સુપર બેસ્ટ ક્વોલિટીમાં રૂ.૪૦૧ સુધીનાં ભાવ હતાં. નવા ઘઉની ૨૦-૨૫ બોરીની આવક હતી અને ભાવ રૂ.૩૪૮ થી ૩૫૦નાં હતાં.
ભારત ફૂડ કોર્પોરેશન ની ટેકાનાં ભાવથી ખરીદી શરૂ થશે ત્યાં સુધી બજારો સુધરવા મુશ્કેલ…
ગોંડલમાં નવા ઘઉંની ૪૦૦ ગુણીની આવક હતી અને ગોંડલ ઘઉંનાં ભાવ લોકવન ઘઉંનાં ભાવ રૂ.૩પપથી ૩૮૦, ટૂકડામાં રૂ.૩૫૦ થી ૩૮૫નાં ભાવ હતાં.
જૂનાગઢમાં ૧૬૦૦ કટ્ટાની આવક હતી અને જૂનાગઢ ઘઉંનાં ભાવ રૂ.૩૫૦થી ૩૭૫નાં હતાં. કોડીનારમાં ૧૫૦૦ ગુણીની આવક અને મિલબરમાં રૂ.૩૫૦ થી રૂ.૩૮૦નાં હતાં.
હિંમતનગરમાં ૫૦૦ ગુણીની આવક હતી અને હિંમતનગર ઘઉંનાં ભાવ મિલબરનાં રૂ.૩૪૫થી ૩૫૦, મિડીયમમાં રૂ.૩પપ થી ૩૬૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૩૭૦ થી ૩૯૦નાં ભાવ હતાં.
મોડાસામાં ૧૦૦ ગુણીની આવક હતી અને મોડાસા ઘઉંનાં ભાવ રૂ.૩૩૫ થી ૩૭૦નાં ભાવ હતાં.
ઉત્તર ગુજરાતનાં વેપારીઓ કહેછે કે બે દિવસથી વાદળીયું વાતાવરણ હોવાથી આવકો નથી, પરંતુ આગામી સપ્તાહથી આવકો વધે તેવી સંભાવનાં દેખાય રહી છે.
મુખ્ય મુદ્દાઓ
વૈશ્વિક ઘઉંની બજાર:
શિકાગો બેન્ચમાર્ક ઘઉં ગઈકાલ બંધની તુલનાએ ૧.૨૫ સેન્ટ વધીને ૬.૩૫ ડોલર પ્રતિ બુશેલની સપાટી પર પહોંચ્યો હતો. વૈશ્વિક બજારમાં ઘઉંની બજારમાં હાલ લેવાલી મર્યાદીત છે.
ભારતીય ઘઉંની નિકાસ નવી સિઝનમા વધવાનો અંદાજ છે, જેને પગલે પણ વૈશ્વિક બજારમાં ઉપલા લેવલ ઉપર પ્રેશર આવે તેવીસંભાવનાં છે. બીજી તરફ ચીનની લેવાલી સારી રહેવાની હોવાથી તેનો ટેકો મળશે.