કપાસમાં મંદીથી સારી કવોલીટીના કપાસમાં ભાવ ફરી જોવા મળશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કપાસના ભાવ ગત્ત સપ્તાહે મણે રૂ।.૨૦ થી રપ ઘટયા હતા. એકધારા ભાવ વધારા પછી કપાસના ભાવ અટકી જવા તે સામાન્ય બાબતે છે કારણ કે રૂના ભાવ ૩૫૬ કિલોની ખાંડી દીઠ રૂ।.૪૦,૦૦૦ થી વધીને રૂ.૪૪,૦૦૦ થયા બાદ તેમાં રૂ।.૧૦૦૦નો ઘટાડો થઇ ભાવ રૂ।.૪૩,૦૦૦ થતાં જીનરોની લેવાલી ઘટી જતાં કપાસના ભાવ ગત્ત સપ્તાહે ઘટયા હતા.

કપાસિયા તેલના ભાવ વધીને ૧૦ કિલોના રૂ।.૧૧૪૦ થયા હતા તે ઘટીને રૂ।.૯૬૦ થઇ જતાં કપાસિયા અને કપાસિયાખોળ ભાવ માં પણ મંદી આવી હતી આથી જીનરો બધી જ બાજુથી ખોટના ખાડામાં ડુંબવા લાગતાં કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ઉપરાંત હાલ ખેડૂતો નબળો કપાસ જ બજારમાં વેચવા આવી રહ્યા છે તેને કારણે કપાસની નબળી કવોલીટીને કારણે ભાવ ઘટયા છે.

ગામડેથી ખેડૂતો પાસેથી ખરીદ કરનારા વેપારીઓ નબળો અને સારો કપાસ ભેળવીને બજારમાં વેચતાં હોઇ જીનરોને સારો કપાસ મળતો નથી અને જીનરોને નબળા કપાસના ઊંચા ભાવ દેવા નથી આથી કપાસના ભાવ બજારમાં નીચા બોલાવા લાગ્યા છે.

હવે આગળ જતાં કપાસના ભાવ બહુ ઘટી જાય તેવું લાગતું નથી કારણ કે સારો કપાસના ભાવ વધીને મણના રૂ।.૧૨૦૦ થી ૧૨૧૫ થયા હતા તે ઘટીને હાલ રૂ.૧૧૮૫ થી ૧૧૯૦ બોલાય છે.

જ્યારે નબળા કપાસના રૂ।.૧૦૨૫ થી ૧૦૫૦ બોલાતા હતા તે ઘટીને હાલ રૂ.૯૮૦ થી ૧૦૩૦ સુધી ભાવ બોલાય છે. નબળા કપાસમાં ભાવ વધુ ઘટયા છે જ્યારે સારા કપાસમાં ભાવ ઓછા ઘટયા છે કારણ કે સારી કવોલીટીના કપાસની અછત દિવસેને દિવસે વધી રહી છે.

હવે જ્યારે રૂ, કપાસિયા અને ખોળ બજારમાં તેજી આવશે ત્યારે સારી ક્વોલીટીના કપાસના ભાવ ઝડપથી વધીને રૂ.૧૨૫૦ સુધી થઇ જશે તે નક્કી છે પણ તેને માટે ત્રણ થી ચાર અઠવાડિયાનો સમય લાગશે.

નબળી કવોલીટીના કપાસના ભાવ હાલ બે થી ત્રણ અઠવાડિયા રૂ.૧૦૫૦ થી વધુ વધવાની કોઇ શક્યતા નથી કારણ કે નબળો કપાસ હજુ માર્કેટમાં ઘણો પડયો છે. બે થી ત્રણ અઠવાડિયા બાદ સારા કપાસના ભાવવધારા પાછળ નબળો કપાસ પણ વધશે.

દેશમાં ૮૬ કરોડ મણ કપાસના ઉત્પાદનમાંથી અત્યાર સુધીમાં પપ કરોડ મણ કપાસની આવક થઈ ચૂકી છે. આ પપ કરોડ મણ કપાસની આવકમાંથી સીસીઆઇ અને મહારાષ્ટ્ર કપાસ ફેડરેશને ર૪ કરોડ મણ કપાસની ખરીદી કરી છે.

હવે ૩૧ કરોડ મણ કપાસ બજારમાં આવવાનો બાકી છે જેમાં આપણે આઠ મહિના કાઢવાના બાકી હોઇ માર્ચ-એપ્રિલમાં કપાસના ભાવમાં મોટી તેજી જોવા મળી શકે છે. હાલ રોજિદી કપાસની આવક ૩૨ થી ૩૩ લાખ મણની છે જે દોઢ મહિના અગાઉ રોજની ૬૫ થી ૭૦ લાખ મણની આવક થતી હતી.

આવક સાવ અડધી થઈ ચૂકી છે કારણ કે ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દક્ષિણ ભારતમાં તેલંગાના, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુનો મોટાભાગનો કપાસ બજારમાં આવી ચૂક્યો છે. હાલ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો જ વધુ કપાસ બજારમાં આવી રહ્યો છે.

ફેબ્રુઆરી મહિનો પૂરો થશે ત્યારે આ ત્રણ રાજ્યોના કપાસની આવક પણ ઘટવા લાગશે ત્યારે દેશમાં રોજિંદી માત્ર ૨૪ થી ૨પ લાખ મણ કપાસની આવક રહેશે તે સમયે કપાસના ભાવમાં ધીમે ધીમે સુધારો જોવા મળશે.

જે ખેડૂતો પાસે સારી કવોલીટીનો કપાસ પડયો છે તેઓને જો એપ્રિલ મહિના સુધી રાહ જોવામાં વાંધો ન હોય તો કંપાસ સાચવી રાખે ત્યારે ખેડૂતોને કપાસના રૂ।.૧૨૫૦ થી ૧૩૦૦ સુધીના ભાવ મળવાની સંભાવના દેખાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment