મગફળીના વેચાણ ઘટતા ખેડૂતોને ભાવમાં સુધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળી-સીંગદાણાની બજારમાં સરેરાશ મજબૂત હતાં. મગફળીની વેચવાલી ઓછી હોવાથી ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો હતો. ઉનાળુ મગફળી માટે બિયારણની સારી ઘરાકી નીકળ્યાં બાદ હજી પણ ગામડે ખેડૂતો સારો માલ સસ્તામાં આપવા તૈયાર નથી અને પોતાનાં ગમતા ભાવ આવે તો જ ગામડે બેઠા વેપારો થાય છે. બીજી તરફ સીંગદાણામાં ભાવ મજબૂત હોવાથી અને નિકાસ વેપારો આગળ ઉપર થોડા થાય તેવી સંભાવનાએ બજારો મજબૂત હતાં.

ગોંડલમાં મગફળીની વેપાર ૨૩ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીના ભાવ જી-ર૦માં રૂ.૧૦૫૦થી ૧૨૨૧, રોહીણીમાં રૂ.૧૦૦૦ થી ૧૨૦૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં રપ હજાર ગુણીની આવક હતી અને ૧૫ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. હજી ૩૦ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. રાજકોટ મગફળીના ભાવ ટીજે ૩૭માં રૂ.૬૫૦થી ૧૧૩૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૬૫૦થી ૧૧૫૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૮૦થી ૧૦૭૦, જી-૨૦માં રૂ.૧૦૪૦ થી ૧૧૭૦, ૬૬ નંબરમાં રૂ.૬૯૫૦થી ૧૧૩૦ અને ૯૯ નં.માં રૂ.૧૦૫૦થી ૧૦૮૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૦૫૦થી ૧૧૬૦નાં ભાવ હતાં.

સીંગદાણામાં પણ ટને રૂ.૫૦૦નો સુધારો આવતાં મગફળીને ટેકો મળ્યો…

જામનગરમાં ૪૦૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીના ભાવ જી-ર૦માં રૂ.૧૦૨૫ થી ૧૧૫૦, જી-૩૭નાં ભાવ રૂ.૧૦૦૦થી ૧૧૭૫, ૬૬ નંબરમાં રૂ.૬૯૫૦થી ૧૧૦૦ અને રોહીણીમાં રૂ.૬૯૫૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.

મહુવામાં ૨૩૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીના ભાવ માં રૂ.૬૯૮૨ થી ૧ર૬પઅને જી-૨૦માં રૂ.૬૫૦ થી ૧ર૪પનાં ભાવ હતાં. ટીજેમાં રૂ.૧૧ર૮થી ૧૧૪૮નાં ભાવ હતાં.

હીંમતનગરમાં ૧૫૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીના ભાવ રૂ.૧૨૦૦ થી ૧૫૦૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment