ગોંડલમાં મગફળીની આવકમાં વધારો: મગફળીના ભાવ મજબુત

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીની બજારમાં ભાવ મજબૂત હતાં. ગોંડલમાં આજે નવી આવકો શરૂ કરતા ૭૦ હજાર ગુણીની આવક થઈ હતી અને રાજકોટમાં પણ આવકો સારી થાય છે, જેની સામે બધો માલ પિવાય જત્તો હોવાથી ભાવમાં મજબૂતાઈ હતી.

ઉનાળુ વાવેતર શરૂ થવા લાગ્યાં છે અને ભાવનગર વિસ્તારમાં વાવેતર હવે પૂર્ણતાને આરે છે. ઉત્તર ગુજરાતનાં વેપારીઓ પણ કહે છે કે આ વર્ષે કેનાલનું પાણી અને બાજરીનાં ભાવ નીચા હોવાથી ખેડૂતો મગફળી તરફ વધારે વળશે, જેને પગલે ધારણાં કરતાં વધુ પાકની ધારણા છે.

ગોંડલમાં મગફળીના વેપાર ૨૩ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીના ભાવ જી-ર૦માં રૂ.૧૦૫૦થી ૧૨રપ, રોહીણીમાં રૂ.૧૦૦૦ થી ૧૧૫૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૩૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.

ઉત્તર ગુજરાતમાં પણ ઉનાળુ વાવેતર આ વર્ષે મોટા પાયે થવાનો અંદાજ…

રાજકોટમાં ૧૨ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. હજી રપ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. રાજકોટ મગફળીના ભાવ ટીજે ૩૭માં રૂ.૬૯૩૦થી ૧૦૬૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૬૫૦થી ૧૦૯૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૧૦૮૦, જી-૨૦માં રૂ.૧૦૫૦ થી ૧૧૮૦, ૬૬ નંબરમાં રૂ.૬૯૫૦થી ૧૦૫૦ અને ૯૯ નં.માં રૂ.૧૦૬૦થી ૧૦૮૫નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૦૫૦થી ૧૧૫૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૩૦૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીના ભાવ જી-ર૦માં રૂ.૧૦૨૫ થી ૧૧૫૦, જી-૩૭નાં ભાવ રૂ.૯૦૦થી ૧૦૫૦, ૬૬ નંબરમાં રૂ.૬૫૦થી ૧૦૫૦ અને રોહીણીમાં રૂ.૬૫૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૨૫૦ સુધીનાં ભાવ હતાં.

મહુવામાં ૧૯૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીના ભાવ મગડીમાં રૂ.૬૯૦૦ થી ૧૧૬૧ અને જી-ર૦માં રૂ.૬૯૩ થી ૧૨ર૧૨નાં ભાવ હતાં.

હીંમતનગરમાં ૪૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીના ભાવ રૂ.૧૧૦૦ થી ૧૩૮૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close