ગુજરાતના જિલ્લાઓમાં દિવાળી વેકેશનને કારણે મગફળીની આવકમાં ઘટાડો આવતા મગફળીના ભાવમાં સ્થિરતા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીનાં ભાવમાં ચાલુ સંવત વર્ષનાંછેલ્લા દિવસે મણે રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો. સૌરાષ્ટ્રનાં પીઠાઓમાં આજે મગફળીની હરાજીની છેલ્લો દિવસ હતો અને હવે સીધી લાંભ પાંચમનાં દિવસે જ હરાજી થશે. ઉત્તર ગુજરાતનાં અમુક પીઠાઓ હજી એકાદ દિવસ ચાલુ રહેવાનાં છે, પંરતુ ત્યાં મગફળીની આવકો ખાસ થાય તેવું લાગતું નથી. હવે ત્યાં પણ આવકો પીક આવકથી ૫૦ ટકા ઘટી ગઈ છે.

હવે દિવાળી પછી વધે તેવી પણ સંભાવનાં નથી. બજારનો ટોન સરેરાશ હાલ નરમ છે, પંરતુ દિવાળી બાદ સરકારની ખરીદો કેવી રહે છે તેનાં પર આધાર છે. જો સરકારી ખરીદી સારી રહેશે તો પીઠાઓનાં ભાવ બહુ ન ઘટે તેવ ધારણાં છે.

સીંગદાણા ના ભાવ સરેરાશ ટકેલા રહ્યાં હતાં. તહેવારોની ઘરાકી પૂરી થઈ ગઈ હોવાથી ખાસ કોઈ વેપારો થયા નહોંતાં.

ગુજરાતમાં મગફળીની ખરીદી માટે ખેડૂતોની નોધણીમાં ગત વર્ષની સરખામણીએ ૪૪ ટકાનો ઘટાડો થયો…

ગોંડલમાં મગફળીનાં ૨૫થી ૨૬ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-ર૦માં રૂ.૧૦૦૦ થી ૧૧૫૦, ૩૯ નબંરમાં રૂ.૮૫૦ થી ૧૧૦૦ અને જીણી અન્ય જાતોમાં રૂ.૮૫૦ થી ૧૦૫૦નાં ભાવ હતાં.

ગુજરાત રાજ્યમાં મગફળીમાં વેચવાલી ઘટતા મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો…

રાજકોટમાં ૨૦ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ રોહીણીમાં રૂ.૬૫૦ થી ૧૦૪૦, ૨૪ નંબરમાં રૂ.૧૦૩૦ થી ૧૦૭૦, ૩૭ નંબરમાં રૂ.૯૨૦ થી ૧૦૩૦, ૩૯ નંબરમાં રૂ.૮૫૦ થી ૧૦૨૦ અને જી-૨૦માં રૂ.૬૫૦ થી ૧૧૦૦નાં ભાવ હતાં. બીટી ૩૨ નંબરમાં રૂ.૬૮૦ થી ૧૦૭૫નાં ભાવ હતાં. હળવદમાં હરાજી બંધ હતી.

ડીસા-પાલનપુર સહિતનાં યાર્ડમાં પણ આજથી રજા પડી ગઈ હતી. માત્ર હિંમતનગર યાર્ડ ચાલુ હતી, જ્યાં ૧૦ થી ૧૨ હજાર ગુણીની આવક થઈ હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment