ગુજરાતમાં મગફળીની વેચવાલી ઘટતા ભાવમાં સુધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં જંગી આવકો થયા બાદ નવેમ્બરમાં પણ મગફળીની આવકો ઘટી હતી અને હવે ડિસેમ્બર મહિનો અડધો પૂરો થવા આવ્યો ત્યાં મગફળીની આવકો ઘટીને ૬૦થી ૭૦ હજાર ગુણીએ જ પહોંચી ગઈ છે.

ગુજરાતમાં કુલ મળીને મગફળીની આવકો ૭૦ હજાર ગુણી આસપાસ અટકી

મગફળીની આવકનો આ પ્રવાહ ગુજરાતમાં પાક ખૂબ જ ઓછો હોવાનાં સંકેત આપે છે. મગફળીની વેચવાલી ઓછી અને સામે તેલમાં ઘરાકી સારી હોવાથી આજે તમામ સેન્ટરમાં સરેરાશ રૂ.૫ લઈને રૂ.૧૫ સુધીનો સુધારો જોવા મળ્યો હતો.


આગામી દિવસોમાં લુઝ ઉપર મગફળીની બજારનો આધાર રહેલો છે. સીંગદાણા માં પંદર દિવસ વેપારો ઠંડા જ રહેવાનાં છે.

ગોંડલમાં ર૬ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-ર૦માં રૂ.૬૦૦થી ૧૧૦૫, રોહીણીમાં રૂ.૮૫૦થી ૯૫૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૬૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૮૫૦થી ૯રપનાં ભાવ હતાં.


રાજકોટમાં ૧૭ હજાર ગુણીનાં વેપાર થયા હતાં અને હજી ૮ર હજાર ગુણી પેન્ડિંગ પડી છે. મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૮૪૦થી ૯૩૦, ર૪ નંબર રોહિણીમાં રૂ.૮૮૦થી ૯૬૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૭૦, જી-ર૦માં રૂ.૬૭૦થી ૧૦૭૫, ૬૬ નંબરમાં રૂ.૭૫૦થી ૯૩૦ અને ૯૯ નં,માં રૂ.૬૦૦થી ૯૭૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૧૦ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-ર૦માં રૂ.૬૯૦૦ થી ૧૦૧૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૦૪૦ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૨૨૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.


મહુવામાં ૧૨૫૦ ગુણીની જ આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૬૩૦થી ૧૧૧૪, જી-પમાં રૂ.૬૫૧થી ૧૧૩૫ અને જી-ર૦માં રૂ.૮૮૦થી ૧૦૩રનાં ભાવ હતાં.

હળવદમાં ૧૨૦૦થી ૧૫૦૦ ગુણીની આવક હતી અને નબળા માલમાં રૂ.૮૦૦થી ૮૫૦ અને સારા માલમાં રૂ.૯૦૦થી ૯રપનાં ભાવ હતાં. ડીસામાં ૬૭૦૦ ગુણીની આવક હતી અને નવા મગફળીનાં ભાવ રૂ.૯૫૦થી ૧૧૬૦નાં હતાં. હિંમતનગરમાં ૪૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૫૦થી ૧૨ર૪૩નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment