સારા કપાસની અવાક બંધ થતા ભાવમાં સુધારો, કપાસ વેંચવો કે રાખવો ?

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

દેશભરમાં સારી કવોલીટીના ક્પાસ સીસીઆઇની ખરીદોમાં જવા લાગતાં હવે જીનર્સોને સારી કવોલીટીના કપાસ ખેડૂતો પાસેથી મળી રહ્યા છે જેને કારણે વિતેલા સપ્તાહમાં કપાસમાં મણે ગુરૂવારે અને શુક્રવારે કપાસ ભાવ માં મણે રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા.

સીસીઆઇ દ્વારા વેચવામાં આવતાં રૂનો ભાવ પ્રતિ ખાંડી રૂ.૪૨,૫૦૦ થી ૪૩,૦૦૦ વચ્ચે ચાલી રહ્યો છે તેની સામે ખુલ્લા બજારમાં રૂનો ભાવ રૂ.૪૧,૨૦૦ થી ૪૨,૫૦૦ વચ્ચે ચાલી રહ્યો હોઇ સ્પીનીંગ મિલો હવે સીસીઆઇ ને બદલે ખુલ્લા બજારમાંથી રૂ ખરીદવા લાગી છે જેને કારણે રૂના ભાવ પણ વિતેલા સપ્તાહ દરમિયાન ખાંડીએ રૂ.૨૦૦ થી ૩૦૦ સુધર્યા હતા.


કપાસિયા ખોળમાં હવે સ્ટોકીસ્ટોની ખરીદો ચાલુ થતાં તેમજ વાયદામાં પણ તેજી જોવા મળતાં વિતેલા સપ્તાહ દરમિયાન કપાસિયા અને કપાસિયાખોળના ભાવ પણ સુધર્યા હતા.

આ તમામ સ્થિતિ જોતાં કપાસના ભાવ સૌરાષ્ટ્રમાં ગામડે બેઠા ઊંચામાં રૂ।.૧૧૦૦ અને નીચામાં રૂ।.૧૦૭૦ થી ૧૦૮૦ બોલાતા હતા. યાર્ડોમાં ભાવ સારી કવોલીટીના કપાસના ભાવ રૂ.૧૧૪૦ થી ૧૧૫૦ બોલાવા લાગ્યા છે તેમજ જીનપહોંચ સુપર બેસ્ટ કપાસના ભાવ રૂ।.૧૧૬૦ થી ૧૧૬૫ બોલાયા છે.


કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ધીમે ધીમે ઘટી રહી છે કારણ કે મહારાષ્ટ્રમાં કોટન કોર્પોરેશન ઇન્ડિય અને મહારાષ્ટ્ર ફેડરેશન બંને દ્રારા કપાસની ખરીદી ચાલુ થઇ ચૂકી છે.

કડીના જીનર્સો પાસે રૂનો સ્ટોક હવે ધીમે ઓછો થઈ રહ્યો છે કારણ કે ધીમે ધીમે વેપાર થવા લાગ્યા છે. ગુજરાતના દરેક સેન્ટરોના જીનર્સોએ છેલ્લા બે સપ્તાહ દરમિયાન ડિસ્પેરિટિને કારણે જીનો અડધો સમય જ ચલાવ્યા હતા જેને કારણે રૂના જૂના સ્ટોક અને કપાસિયાનો જૂના સ્ટોક હવે ઘટવા લાગ્યા છે.


બીજી તરફ ગુજરાતના અનેક ગામડાઓમાં ખેડૂતોએ બીજી વીણીનો કપાસ ખેતરમાંથી કાઢીને ચણા, ઘઉં, જીરૂ, ધાણા, અજમો, ઈસબગુલ વિગેરેનું વાવેતર કર્યું હોઇ કમૂરતાં પછી એટલે કે તા.૧૫મી જાન્યુઆરી પછી આવકો પણ સાવ ઘટી જશે.

આ સંજોગોમાં કપાસના ખેડૂતો કપાસના ભાવ રૂ।.૧૨૦૦ ઉપર મળવાની પૂરેપૂરી સંભાવના છે આથી ખેડૂતો ધીરજ રાખે, સીસીઆઇમાં જે કપાસ ચાલતો હોઇ તે રૂ।.૧૧૫૫ના ભાવે સીસીઆઈમાં વેચી નાખે અને એકદમ સારી કવોલીટીનો કપાસ સાચવી રાખે તેના ભાવ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સારા મળવાની આશા છે.

Leave a Comment