ગુજરાત વેધર અશોકભાઈ પટેલ ની આગાહી, દક્ષિણ ગુજરાત સિવાય સમગ્ર રાજયમાંથી ચોમાસાની વિદાય

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે જણાવ્ય હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગઈ કાલે ખાડીના કચ્છમાંથી સમગ્ર સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાતના મોટા ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના થાડા ભાગોમાંથી વિદાય લીધુ છે.

મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં ગઈ કાલે લોપ્રેસર્‌ બન્યુ છે. તેના અનુસંગીક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૫.૮ ક્રિ.મી.ની ઉંચાઈએ છે. તેમજ વધતી ઉંચાઇએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

આ સિસ્મટ આંધ્રના કિનારા તરફ આગળ વધશે તેવી શકયતા છે આ સિસ્ટમ્સના અપરએર સાયકલોનીક સરકયુલેશનમાંથી એક ટફ બાંગ્લાદેશ સુધી લંબાય છે. એક વેસ્ટન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાનને લાગ્‌ અફઘાનિસ્તાન ઉપર ૩.૧ કિ.મી.ના લેવલમાં વે. આ વે.ડી.માં ૫.૮ કિ.મી.ના લેવલ ઉપર એક ટ્રફ છે જેની ધરી ૬૯ ઈસ્ટ અને ૩૦ નોર્થ ઉપર છે.


હાલ બંગાળની ખાડીમાં લોપ્રેસર બન્યું જે આવતા દિવસોમાં દેશના અનેક રાજયોમાં અસર કરશેઃ અશોકભાઇ પટેલ…

વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલ તા.૪ થી ૧૦ ઓકટોબર સુધીની આગાહી કરતા જણાવેલ કે ચોમાસુ વિદાય રેખાની સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, નોથે ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના મોટાભાગોમાં આગાહી સમયમાં મુખ્યરૂપે સુકુ વાતાવરણ અમુક દિવસે માવઠારૂપી છાટાછુટીની શકયતા.

જ્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ રેખાની દક્ષિણે ચોમાસાએ વિદાય લીધી નથી. આગાહી સમયમાં છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ પડશે. વધુશકયતા આગાહી સમયના પાછલા દિવસોમાં.


આગાહી સમયમાં ૮મી આસપાસ બંગાળની ખાડીમાં બીજુ એક અપરએર સાયકલોનીક સરક્રયુલેશન બનશે. દક્ષિણ ગુજરાત સિવાયના રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી વિદાય લઇ લીધી છે ત્યારે આગામી શનિવારથી સૌરાષ્ટ્ર-ઉતર ગુજરાતમાં તાપમાનનો પારો વધવા લાગશે. અત્યારે નોર્મલ તાપમાન 35 ડીગ્રી છે તેમાં 2 ડીગ્રી જેટલો વધારો થઇ શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment