લસણ ના ભાવ, લસણનું બિયારણની માંગ નીકળા પછી લસણના ભાવ નો આધાર રહેશે

હાલ લસણની બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. નબળા લસણનાં ભાવ રૂ.૫૦ થી ૧૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૧૫૦ થી ૩૦૦ની વચ્ચેનાં ભાવ છે.

આગામી દિવસમાં બિયારણની માંગ નીકળા પછી ખેડૂતોના માલની કેટલી વેચવાલી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. જે સારી ક્વોલિટીનું લસણ છે તેમાં મણે રૂ.૨૫પનો સુધારો આવી શકે છે.

હાલ ગુજરાતમાં ખેડૂતો પાસે હજી સિઝનનો ૬૦ ટકા જેવો માલ પડ્યો છે અને દેશાવરમાં પણ સારી માત્રામાં માલ પડ્યો છે.


રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણની ૧૪૮૦ કવીન્ટલ ની હતી અને ઊંચામાં ભાવ રૂ.૩૪૦ રહ્યા હતા અને નીચામાં રૂ.૫૦ પ્રતિ મણના ભાવ હતા.

માર્કેટયાર્ડ ગોંડલમાં લસણની અવાક ૧૮૬૧ કવીન્ટલ હતી અને ભાવ ઊંચામાં રૂ.૨૪૬ રહ્યા હતા અને નીચાં રૂ.૬૧ ભાવ રહ્યા હતા.

મધ્યપ્રદેશ અને રાજસ્થાન મળીને દૈનિક સવા લાખ ગુણી જેવી આવક થાય છે, જો એ આવકોમાં ઘટાડો થાય તો સમગ્ર દેશમાં લસણની બજાર સુધરી શકે છે.


મધ્યપ્રદેશમાં લસણની અત્યારે સૌરાષ્ટ્રમાં પણ સારી માત્રામાં આવક થાય છે, પરિણામે દેશી લસણમાં ખાસ ભાવ વધતા નથી.

Leave a Comment