ગુજરાત વેધર અશોકભાઈ પટેલ ની આગાહી સમાચાર : નવરાત્રીની તૈયારી પૂર્વે જ હવે વરસાદ રાહત આપશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

છેલ્લા એકાદ અઠવાડિયાથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યા બાદ હવે આવતીકાલથી રાહત મળવા લાગશે. વર્તમાન વરસાદી રાઉન્ડ આજે પૂર્ણ થશે અને આવતીકાલથી અમુક દિવસોમાં માત્ર છૂટાછવાયા ઝાપટા વરસશે તેવી આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ગત આગાહીમાં ૧૫મી સપ્ટેમ્બર સુધી વરસાદી રાઉન્ડ રહેવાનું સૂચવ્યું હતું. જે મુજબ સાર્વત્રિક વરસાદ પડયો છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી સિસ્ટમની અસરે વરસાદ પડયો હતો.

આજે પણ મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાથી માંડીને હળવો-મધ્યમ વરસાદ પડશે. પરંતુ કાલથી ગતિવિધિ ઘટી જશે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૬૪ તાલુકામાં વરસાદ પડયો હતો.

નવરાત્રીની તેયારી પૂર્વે જ હવે મેઘરાજા રાહત આપશે : વરસાદી રાઉન્ડનો આજે છેલલો દિવસઃ કાલથી માત્ર છુટાછવાયા ઝાપટા…


જે પૈકી ૧૦૩ તાલુકામાં ૧૦ મીમીથી વધુ વરસાદ નોધાયો છે. તેમણે કહ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેસર સિસ્ટમ મધ્યપ્રદેશ પર છવાઈ હતી અને ત્યાંથી અરબી સમુત્ર સુધીનો ટ્રફ સર્જાયો હતો જે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત પર ૧.૫થી ૩.૧ કિલોમીટરની લેવલે પસાર થયો હતો.

જેને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી લાભ મળ્યો હતો. આ ટ્રફ અરબી સમુદ્ર અને ત્યાંથી ઉત્તરીય કોંકણ, દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ મહારાષ્ટમાં ૩.૧ કિલોમીટરના લેવલે પસાર થાય છે.

વેલમાર્ક લો પ્રેસર હવે ઉતરપ્રદેશ પહોંચ્યું છે અને આ ટ્રફ ત્યાં સુધી લંબાઇ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન પરથી પસાર થયું હતું અને તેને કારણે ટ્રફ મધ્ય ઉતરપ્રદેશ સુધી પહોંચી ગયું છે. તા. ૧૬ થી ૨૩ સપ્ટેમ્બર સુધીની આગાહીમાં અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે આજનો દિવસ હજુ હળવા-મધ્યમ વરસાદનું જોર રહેશે.


જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી : બંગાળની ખાડીની સિસ્ટમ ખત્મ થશે, ટ્રફ ઉતરપ્રદેશ પહોંચ્યું : આજે હળવા-મધ્યમ વરસાદ બાદ કાલથી વરસાદી ગતિવિધિ ઘટશે…

બંગાળની ખાડીની સિસ્ટમના પ્રભાવ હેઠળ જ આજનો દિવસ વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છને લાગેવળગે છે ત્યાં સુધી સમુદ્ર કાંઠા અને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે છૂટાછવાયા ઝાપટાથી માંડીને હળવો-મધ્યમ વરસાદ વરસશે.

આવતીકાલથી બાકીના દિવસોમાં અમુક દિવસે છૂટાછવાયા ઝાપટા પડશે.ઉતર ગુજરાતમાં અમુક દિવસોએ છૂટાછવાયા ઝાપટાથી માંડીને હળવો વરસાદ થવાની શક્યતા છે.


મધ્ય ગુજરાતમાં આજે છૂટાછવાયા ઝાપટા અને હળવો વરસાદ પડશે. ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા છે. આવતીકાલથી બાકીના દિવસોમાં અમુક દિવસે છૂટાછવાયા ઝાપટા શક્ય છે. દક્ષિણ ગુજરાતમાં આજે મધ્યમ સુધીનો વરસાદ વરસવાની શક્યતા છે.

આવતીકાલથી બાકીના ઢિવસોમાં અમુક દિવસે છૂટાછવાયા ઝાપટા અને હળવો વરસાદ વરસવાની શક્યતા છે. આવતીકાલથી વરસાદની માત્રા અને વિસ્તાર ઘટવા લાગશે અને વરસાદી ગતિવિધિમાં પણ રાહત મળશે. આ દરમિયાન છૂટાછવાયા વાદળો રહેશે અને ક્રમશઃ તાપમાન વધવાની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment