કપાસ ની બજાર : કપાસનું ઉત્પાદન વધવાથી ખેડૂતોને સારા કપાસના ભાવ મેળવવા મકર સંક્રાંતિ સુધી રાહ જોવી પડશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગયા વર્ષે કપાસના ખેડૂતોને અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ મળ્યા હતા જેને કારણે આ વર્ષે કપાસનું મોટું વાવેતર થયું છે. વરસાદ પણ સારો પડ્યો છે આથી કપાસનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં વધવાની શક્યતા છે. કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદથી નુક્શાન પણ છે અને નીચાણવાળા ખેતરમાં પાણી ભરાય ગયા હોઇ કપાસનો પાક નિષ્ફળ પણ ગયો છે પણ આ પ્રમાણ બહુ જ નાનું હોઇ કોઇ મોટુ નુકશાન થવાની શક્યતા દેખાતી નથી.

ગુજરાતમાં કપાસનું વાવેતર સરકારી આંકડા પ્રમાણે રર થી ર૨૩ ટકા વધ્યું છે તેમજ આ વર્ષે અનેક ખેડૂતોએ ફોર જી કપાસનું બિયારણ વાપર્યું હોઇ અને વાતાવરણ અનુકૂળ રહ્યું હોય તો વીઘે સાત થી આઠ મણ વધુ ઉતારા આવ્યા હોઇ કપાસનું ઉત્પાદન વધશે તે નક્કી છે. દિવાળી પહેલાના બે અઠવાડિયા અને દિવાળી પછી માર્કેટયાર્ડમાં કપાસના ઢગલા થવા લાગશે અને સામે જીનર્સોની લેવાલી ઓછી હશે તો કપાસના ભાવ સડસડાટ ઘટવા લાગશે તે નક્કી છે.

ભારતમાં હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, તેલંગાના તમામ વિસ્તારમાં કપાસનું વાવેતર વધ્યું છે તેમજ કપાસના ઊભા પાકની સ્થિતિ પણ ઘણી સારી છે આથી દેશમાં રૂનું ઉત્પાદન મોટા પ્રમાણમાં વધશે તે નક્કી છે પણ જો આગામી બે થી ત્રણ અઠવાડિયામાં કયાંય પણ ભારે વરસાદ પડે તો કપાસના પાકમાં મોટું નુકશાન થઈ શકે છે.

ગુજર।તમાં કપાસનો પાક મબલખ થયો હોઇ નવી આવક ચાલુ થયા બાદ કપાસના ભાવ ઘટશે…


ભારતમાં કપાસનું ઉત્પાદન વધ્યું છે પણ વિશ્વમાં ભારત સિવાયના તમામ કપાસ ઉત્પાદક દેશોમાં કપાસના ઉત્પાદનમાં મોટા મોટા ગાબડા પડયા છે. અમેરિકા, પાકિસ્તાન, ચીન અને બ્રાઝિલમાં કપાસનું ઉત્પાદન ગત્ત વર્ષ કરતાં મોટા પ્રમાણમાં ઘટયું છે.

ખાસ કરીને ભારતના પડોસી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ પડતાં સિંઘ, પંજાબ અને બલુચિસ્તાનમાં કપાસનો પાક મોટા પ્રમાણમાં ધોવાઇ ચૂક્યો છે. હાલના પ્રાથમિક અંદાજ મુજબ પાકિસ્તાનમાં ૨૦ લાખ ગાંસડી રૂનું ધોવાણ થતાં પાકિસ્તાનને રૂની મોટી આયાત કરવી પડશે. અમેરિકન ડોલર બહુ જ મોંઘો થતાં આજે નહીં તો કાલે પાકિસ્તાનને ભારતથી રૂની આયાત કરવાની નોબત આવવાની છે.

પાકિસ્તાનની વાર્ષિક જરૂરિયાત ૧૩૫ લાખ ગાંસડી રૂની છે અને ઉત્પાદન માંડ ૬૦ લાખ ગાંસડી થશે. આથી પાકિસ્તાનને ઓછામાં ઓછી ૫૦ થી ૬૦ લાખ ગાસંડી રૂની આયાત કરવી પડશે જે ભારતથી સીધી રીતે અથવા તો વાયા દુબઇ કે અફઘાનિસ્તાન થઇને પાકિસ્તાન જશે. આથી ભારતમાં કપાસના ભાવ મકરસંક્રાતિ બાદ વધવાની ધારણા છે.


માર્કેટયાર્ડોમાં કપાસના ઢગલા વધશે ત્યારે ભાવ ટવાનો ગભરાટ વધશે, ખેડૂતો મકક્મ રહેશે તો જ કમાશે…

મકરસક્રાંતિ સુધી ભારતના તમામ રાજ્યોમાં મોટો પાક થયો હોઇ આવકો પૂરજોશમાં ચાલુ હોઇ ભાવ વધશે નહીં પણ મકરસંક્રાંતિએ અહીં આવક ઘટશે અને પાકિસ્તાનની પણ માગ નીકળશે ત્યારે અહીં રૂ અને કપાસના ભાવ સુધરવાની ધારણા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment