gujarat weather news today : અશોકભાઈ પટેલની આગાહી શનિવારથી ઠંડીમાં રાહત જોવા મળશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજયમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અસહય ઠંડીમાં લોકો બબાકળા બની ગયા છે. દરમિયાન આગામી શનિવારથી ઠંડીમાં ઘટાડો જોવા મળશે.

જેની આવતીકાલથી જ અસર દેખાવા લાગશે. દિવસના અને સવારના તાપમાનમાં વધારો થતો જશે. ઠંડી બિલકુલ ગાયબ થઈ જશે. તેમ વેધર એનાલવીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેઓએ જણાવેલ કે હાલમાં સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં શિયાળાનો માહોલ જામતો છે. આજે ડીસામાં ૬.૯ (નોર્મલથી ૩ ડિગ્રી નીચુ), અમદાવાદ ૧૦ (રડીગ્રી નીચુ), રાજકોટ ૧૦.૦ (ર ડિગ્રી નીચુ), વડોદરા ૧૧.૬ (૧ ડીગ્રી નીચુ), અમરેલી ૧૧.૬ (તોમેલ) તાષમાન નોંધાયેલ છે.


હાલમાં ન્યુનતમ તાપમાન નોર્મલથી ૧ થી ૩ ડિગ્રી નીચુ છે. મહત્તમ તાપમાન ગઈકાલે ૩ થી ૪ ડીગ્રી નીચુ જોવા મળેલ. હાલમાં સૌરાષ્ટ્ર- કચ્છમાં નોર્મલ લઘુતમ તાપમાન ૧૧ થી ૧૩ ડીગ્રી અને ઉત્તર ગુજરાતમાં ૧૦ થી ૧૨ ડીગ્રી ગણાય.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.પ થી ૧ ર જાન્યુઆરી સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સયમમાં પવન શખ્યત્વે નોર્થ -નોર્થ ઈસ્ટના હશે. આગાહીના વધ દવસોમાં વાતાવરણ ચોખ્ખુ રહેશે અને ભેજ ઓછો રહેશે.


આગાહીના પાછળના ૧-૨ દિવસ તા.૧૧, ૧૨ જાન્યુઆરીના પવન પશ્ચિમના ફૂંકાશે. જેથી કચ્છમાં અને સૌરાષ્ટ્રનાઅમૂક ભાગોમાં સવારે ભેજ વધશે. એકાદ દિ’ ઝાકળની શકયતામ છે.

અશોકભાઈ વધુમાં જણાવે છે કે હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છ- ગુજરાતમાં શિયાળાનો માહોલ જામ્યો છે. જો કે આવતીકાલથી મહતમ અને ન્યુનતમ તાપમાનમાં વધારો જોવા મળશે અને હાલમાં જે તાપમાન છે. તેમાં પ થી ૭ ડીગ્રીનો વધારો જોવા મળશે.


આગાહી દિવસના વધુ દિવસોમાં મહતમ તાપમાન ૨૭ ડીગ્રીની રેન્જમાં જોવા મળશે અને ન્યુનતમ તાપમાનની રેન્જ ૧૪ થી ૧૯એ પહોંચી જશે. હાલ નોર્મલ મહતમ તાપમાન ૨૭ થી ૨૯ ગણાય તેનાબદલે ૩ થી ૪ ડીગ્રી નીચુ જોવા મળે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment