Gujarat weather news: આવતીકાલથી ગરમીમાં ઘટાડો જોવા મળશે, આ જિલ્લામાં હજી યલ્લો એલર્ટ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat weather news: ગુજરાત રાજ્યભરમાં ચામડી દઝાડે તેવો આકરો તાપ, ગરમીથી લોકો ત્રસ્ત થયા છે ત્યારે થોડી રાહત આપે તેવા સમાચાર છે. આવતીકાલથી ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. હાલ પ્રવર્તતા તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થશે.

ગુજરાતમાં વાવાઝોડાની આગાહી : અશોકભાઈ પટેલે

જ્યારે બંગાળની ખાડીમાં ઉદ્દભવેલ ડિપ્રેશન સિસ્ટમ્સ મજબૂત બની વાવાઝોડામાં પરીવર્તિત થશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

ગુજરાતમાં હીટવેવ સ્થિતિ

અશોકભાઈ પટેલે જણાવેલ કે ગઈકાલે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં ગઇકાલે નોર્મલથી બે થી ચાર ડીગ્રી ઉંચુ તાપમાન નોંધાયેલ. અમદાવાદ અને ગાંધીનગરમાં હીટવેવની કંડીશન જોવા મળેલ. જેમકે અમદાવાદ ૪૫.૫ (નોર્મલથી ૪ ડીગ્રી ઉંચુ, ગાંધીતગર ૪૫.૫ (નોમલથી ૩૩ ડીગ્રી ઉચુ), ડીસા ૪૪ (નોર્મલથી ૪ ડીગ્રી ઉંચુ), વડોદરા ૪૪ (નોર્મલથી ૪ ડીગ્રી ઉચુ), સુરેન્દ્રનગર ૪૪ (નોર્મલથી ૧.૫ ડીગ્રી ઉચુ), અમરેલી ૪૩.૮ (નોર્મલથી ૩ ડીગ્રી ઉંચુ), રાજકોટ૪૨.૭(નોર્મલથી બે ડીગ્રીઉંચુ) તાપમાન નોંધાયેલ.

ગુજરાતમાં છુટાછવાયા વાદળો વસ્ચે ૨૦ થી ૪૦ કિ.મી.ની ઝડપી પવન કૂંકાશે , હાલ પ્રવતતા તાપમાનમાં બે થી ત્રણ ડોગ્રીનો ઘટાડો થશે, હાલમાં ૪૨ થી ૪૩ ડોગ્રી નોમલ તાપમાન ગણાય : વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા. ૨૫ થી ૩૧ મે સુધીની આગાહી…

ગુજરાત અને કચ્છમાં તાપમાનની આગાહી

વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે સૌરાષ્ટ ગુજરાત અને કચ્છમાં તા. રપ થી ૩૧ મે સુધી આગાહી કરતા જણાવેલ કે, તા. ૨ર થી ર૪ મે દરમિયાન મહત્તમ તાપમાન રેન્જ ૪૪ થી ૪૬.૯ ડીગ્રી સુધીની હતી. આગાહી સમયમાં મહત્તમ તાપમાન બે થી ત્રણ ડીગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. જે રેન્જ ૪૧ થી ૪૪ ડીગ્રી રહશે.

ગુજરાતમાં પવનની ગતિમાં વધારો

પવન મુખ્યત્વે પશ્ચિમી તેમજ દક્ષિણ પશ્ચિમ બાજુથી કો પવન વધુ સ્પીડમાં ફૂંકાશે. ૨૦ થી ૩૦ કિ.મી. કલાક અને ઝટકાના પવનો ૪૦ કિ.મી. કલાકના ફૂંકાવાની શક્યતા છે. આવતી કાલ રવિવારથી વધુ દિવસો છૂટા છવાયા વાદળ રહેશે. જ્યારે બંગાળની ખાડીનું ડિપ્રેશન વધુ મજબૂત થઇ અને ર૪ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે.

ગુજરાતમાં આવતીકાલથી ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. બંગાળની ખાડીની ડિપ્રેશન સિસ્ટમ્સ વાવાઝોડામાં પરીવર્તિત થશે, શરૂઆતમાં પ.બંગાળ, બાંગ્લાદેશ તરફ ગતિ કરશે…

ગુજરાતના આ જિલ્લાઓમાં યલ્લો એલર્ટ

પૃથ્વીના વધતા તાપમાનને કારણે છેલ્લા ૧૦ વર્પમાં દેશમાં હોટવેવથી પ્રભાવિત રાજ્યોની સંખ્યામાં ૩૫ ટકાનો વધારો થયો. ભયંકર ગરમી. આજે સોરાષ્ટ્ર – કચ્છના ૪ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો ૫ જિલ્લાઓમાં યલ્લો એલર્ટની ચેતવણી.

જુનાગઢ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગિર સોમનાથમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment