Gujarat weather news: થર્ટી ફર્સ્ટમાં ઠંડીની અસર નહિં થાય અશોક પટેલની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

થર્ટી ફર્સ્ટ 2023માં આ વખતે જોઈએ એવી ઠંડીની અસર નહિં થાય. તો હજુ કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે. ૩૧મી ડિસેમ્બર સુધી ભારેખમ ઠંડીની કોઈ શકયતા નથી. આ દિવસો દરમિયાન સવારનું ન્યુનતમ તાપમાન ૧૪ થી ૧૮ ડિગ્રી વચ્ચે અને દિવસનું મહત્તમ તાપમાન ૩૦ થી ૩૩ ડગર વચ્ચેજોવા મળશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે હાલમાં ન્યુનતમ અને મહત્તમ તાપમાન બંને નોમલથી ઉંચા છે. ગઈકાલે મહત્તમ તાપમાન અમદાવાદ ૨૮.૦ (નોર્મલ), વડોદરા ૩૦.૪ (નોર્મલ), રાજકોટ ૩૨ (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ), ડિસા ૩૬ (૩ ડિગ્રીનોર્મલથી ઉચુ), ભુજ ૩૧.૪ (૪ ડિગ્રી નોર્મલથી ઉચુ) તેવી જ રીતે આજે સવારનું ન્યુનતમ તાપમાન અમદાવાદ ૧૬.૫ (૪ ડિગ્રી ઉચુ), રાજકોટ ૧૪.૬ (૧ ડિગ્રી ઉચુ),ડીસા ૧૩.૮ (૩ડિગ્રીઉચુ),વડોદરા ૧૪.૬ (૧ ડિગ્રી ઉચુ) અને ભુજ ૧૫.૪ (૪ ડિગ્રી ઉચુ) તાપમાન નોંધાયેલ. એટલે ન્યુનતમ તાપમાન સામાન્ય રીતે નોર્મલ અથવા નો્મલથી ૩ ડિગ્રી ઉંચુ છે.

જયારે મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોમલથી ૩ ડિગ્રી ઉચુ છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૨૩ થી ૩૧ ડિસેમ્બર સુધીના આગાહી કરતા જણાવેલ કે આગાહી સમયમાં સામાન્ય પવન ફૂંકાશે મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પૂર્વના રહેવાની શકયતા તેમજબે-એકં દિવસ છૂટાછવાયાવાદળો છવાશે. બાકીના દિવસોમાં તડકો રહેશે. નોર્મલ ન્યુનતમ તાપમાન મોટા વિસ્તારમાં ૧૩ થી ૧૪ ડિગ્રી ગણાય. જયારે કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ ૧૨ થી ૧૩ ડિગ્રી નોર્મલ ગણાય.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈપટેલ જણાવેલ છે કે આગાહી સમયમાં નોર્મલ તાપમાન ૧ થી ૪ ડિગ્રી ઉં રહેશે. એટલે કે ૧૪ થી ૧૮ ઠિમ્રો રહેશે.

તેવી જ રીતે હાલમાં દિવસનું તાપમાન નોર્મલ ૨૯ થી ૩૦ ડિગ્રી ગણાય. જે આગાહી સમયમાં ૩ થી પ ડિગ્રી ઉચ રહેશે. જે ૩૦ થી ૩૩ ડિગ્રી વચ્ચે રહેશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી ટાઢોડુ લાગતુ હતું જે હવે દિવસ દરમિયાન ઠંડીની અસર જોવા મળશે નર્હિ.

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ ઈન્ડિયા ઉપરથી આજે પસાર થાય છે અને તેની ધરીનો દક્ષિણ છેડો ગુજરાત રાજયની ઉત્તર દિશા તરફથી પસાર થાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment