Gujarat Weather News: ઉત્તરાયણએ પવન કેવો રહેશે અશોક પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

જાણીતા વેધર એનાલીસ્‍ટ શ્રી અશોક પટેલે તા. ૧ર થી ૧૯ જાન્‍યુઆરી સુધીની આગાહી કરી છે. જેમાં આ સપ્તાહ દરમ્‍યાન ઠંડીમાં વધઘટ જોવા મળશે. ઝાકળવર્ષાની પણ શકયતા છે તો મકરસંક્રાતિ પર્વે રવિ-સોમ પવન ૧૦ થી ૧પ કિ.મી.ના નોર્મલ ગતિના ફુંકાશે તેમ જણાવ્‍યું હતું.

છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાન નોર્મલ અથવા નોર્મલથી ઉચુ રહે છે. જેમ કે આજે સવારે રાજકોટ ૧૩ ડીગ્રી (નોર્મલ થી ૧ ડીગ્રી ઉંચુ) અમદાવાદ ૧૬.પ (૪ નોર્મલથી ૪ ડીગ્રી ઉંચુ), અમરેલી ૧૬.પ (પ નોર્મલ થી પ ડીગ્રી ઉંચુ), ડીસા ૧૧.૭ (ર નોર્મલથી ર ડીગ્રી ઉંચુ), વડોદરા ૧૬.ણ્‍ (નોર્મલથી ૩ ડીગ્રી ઉંચુ) ભુજ ૧ર (ર નોર્મલ થી બે ડીગ્રી ઉંચુ) તેવી રીતે મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલથી એકાદ ડીગ્રી વધુે રહેલ.

અમદાવાદ ર૮.ર, અમરેલી ૩૦.પ, ડીસા ર૮, ભુજ ર૮.૪ આ બધા તાપમાન નોર્મલથી ૧ ડીગ્રી ઉંચા હતા પરંતુ રાજકોટમાં ગઇકાલે ૩ર.૯ તાપમાન હતું જે નોર્મલથી પાંચ ડીગ્રી ઉંચુ ગણાય.

મકરસંક્રાંતિ સમયે પવનની ગતિ સારી રહેશેઃ હવામાન નિષ્‍ણાંત અંબાલાલ પટેલની આગાહી…

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે તા. ૧ર થી ૧૯ જાન્‍યુઆરી સુધીની આગાહી કરતા જણાવેલ કે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં લઘુતમ અને મહતમ તાપમાનમાં વધઘટ જોવા મળશે.

તા.૧પ જાન્‍યુ. સુધી પવન નોર્થવેસ્‍ટ નોર્થ ઇસ્‍ટ અને નોર્થ દિશામાંથી ફુંકાશે એનો મતલબ થયો કે ૧૪મીના પવનની ઝડપ સવારે ૧૧-૩૦ થી રાત્રીના ૮-૩૦ સુધી ૧૦ થી ૧પ કિ.મી.ના ફુંકાશે પવન મુખ્‍યત્‍વ ઉતરદિશામાંથી ફુંકાશે.

તા.૧પ થી ૧૮ જાન્‍યુ. દરમ્‍યાન પશ્ચિમી પવનની શકયતા છે એટલે સવારે ભેજ વધશે તેમજ ઝાકળની પણ શકયતા છેતા.૧૬ ના કચ્‍છ અને પશ્ચિમ સૌરાષ્‍ટ્રમાં તા.૧૭ ના કચ્‍છ લાગુનોર્થ ગુજરાત અને સૌરાષ્‍ટ્ર-તા.૧૮ના કચ્‍છ, સૌરાષ્‍ટ્ર મધ્‍ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તા.૧૯ના પવનો ફરશે જે નોર્થ ઇસ્‍ટ અને ઇસ્‍ટ દીશાના થશે.

રવિ-સોમ પવન ૧૦ થી ૧પ કિ.મી.(નોર્મલ) ફુંકાશે : તા. ૧૬ થી ૧૮ અલગ-અલગ વિસ્‍તારોમાં ઝાકળ વર્ષાઃ આગાહી સમય દરમ્‍યાન લઘુતમ તાપમાન ૧૧ થી ૧૭ ડીગ્રીની રેન્‍જમાં રહેશે, દિવસનું તાપમાન પણ નોર્મલથી ઉંચુ જ જોવા મળશે…

નોર્મલ ન્‍યુનતમ તાપમાન મોટા વિસ્‍તારમાં ૧૧ થી ૧ર ડીગ્રી ગણાય. તેમજ કચ્‍છ અને નોર્થ ગુજરાતના રાજસ્‍થાન બોર્ડર માટે ૧૦ થી ૧૧ ડીગ્રી ગણાય.

તા.૧ર,૧૩ જાન્‍યુ.ના ન્‍યુનતમ તાપમાન નોર્મલથી ઉંચુ રહેશે. તા.૧૪ થી ૧૬ દરમ્‍યાન ૧ થી ૩ ડીગ્રીનો ઘટાડો જોવા મળે. ફરી તા.૧૭ થી ૧૯ દરમ્‍યાન તાપમાનમાં વધારો થશે. ગુજરાત રાજયના વધુ સેન્‍ટરોમાં ન્‍યુનતમ તાપમાન ૧૧ થી ૧૭ ડીગ્રીની રેન્‍જમાં રહેશે.

ઠંડીમાં વઘઘટ, ઝાકળવર્ષા, પવન નોર્મલ ગતિમાં ફૂંકાશે, વેધર એનાલીસ્‍ટ અશોકભાઇ પટેલની તા. ૧ર થી ૧૯ જાન્‍યુઆરી સુધીની આગાહી…

હાલ નોર્મલ મહતમ તાપમાન ર૭ થી ર૯ ડીગ્રી ગણાય. આગાહી સહયમાં મહતમ તાપમાન નોર્મલ અથવા નોર્મલથી ઉંચુ રહેશે. ર૮ થી ૩૪ ડીગ્રીની વચ્‍ચે જોવા મળશે.

દક્ષિણ ભારતમાંથી શિયાળુ ચોમાસુ ૧પ જાન્‍યુઆરી આસપાસ વિદાય લેશે તેવા પરીબળો ઉભા થયા છે. તા.૧૬ જાન્‍યઆરીથી નવુ વેસ્‍ટર્ન ડીર્સ્‍ટબન્‍સ આવશે.

Leave a Comment