હાલ રાજયભરમાં ઠંડીનો રાઉન્ડ ચાલુ છે. ઉપરાઉપરી બબ્બે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરથી આગામી દિવસોમાં પણ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને જમીની ભાગોમાં વરસાદ પડશે. તો આગામી ગુરુવાર સુધી તો ઠંડીનું મોજું જળવાઈ રહેશે. પારો ૧૦ થી ૧૨ ડિગ્રી વચ્ચે જ ધુમતો જોવા મળશે. સાથોસાથ પવનનું જોર પણ રહેશે. જેથી દિવસ દરમિયાન પણ ટાઢોડાનો અનુભવ થશે.
વેધર એનાલીસટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે હાલમાં ઠડીનો રાઉન્ડ ચાલુ છે. આજે ન્યુનતમ તાપમાન નોર્મલથી ૧ ડિગ્રી નીચુ નોંધાયુ છે. જયારે મહત્તમ તાપમાન નોર્મલથી ૪ થી પ ડિગ્રી નીચુ છે. જેમ કે, રાજકોટ ર૪.૯ (નોર્મલથી ૪ ડિગ્રી નીચુ), ડીસા ૨૩.૪ (નોર્મલથી ૪ ડિગ્રી નીયુ), ભુજ ર૩.૪ નોર્મલથી પ ડિગ્રી નીચુ), અમરેલી ૨૪.૨ (નોર્મલથી ૬ ડિગ્રી નીચુ), અમદાવાદ ૨૬.૨ (નોર્મલથી ર ડિગ્રી નીચુ) તેવીજ રીતે ન્યુનતમ તાપમાન રાજકોટ ૯.૭ (નોર્મલથી ૩ ડિગ્રી નીચુ), ડીસા ૧૧ (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ), ભુજ ૧૦ (નોર્મલથી ૧ ડિગ્રી નીચુ), અમરેલી ૯.૫ (નોર્મલથી ર ડિગ્રી નીચુ), અમદાવાદ ૧૦.૫ (નોર્મલથી ર ડિગ્રી નીયુ) નોંધાયેલ.
હાલમાં દિવસનું તાપધાન નોર્મલથી નીચુ હોવાથી દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ થાય છે.
બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તા.૨૪-૨૫-૨૯ જાન્યુઆરીના ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને મેદાની ભાગોમાં વરસાદ…
ગુરૂવાર સુધી ઠંડીનો પારો ૧૦ થી ૧૨ ડિગ્રી વચ્ચે રહેશે : ઠંડા પવનોનું જોર પણ જોવા મળશે, ૧૫ થી 3૦ કિ.મી. ની ટૂંકાશેઃ તા.૨૮-૨૯ના પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં વરસાદ અને લાગુ ગુજરાતમાં સામાન્ય માવઠાની સંભાવના.
એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ અફઘાનિસ્તાન લાગુ પાકિસ્તાન આસપાસ સક્રિય છે. તેને આનુસાંગિક એક સાયકલોનીક સરકવુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં છે. જેના કારણે તા. રપ સુધી નોર્થ મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં વરસાદની શક્યતા છે. તેમજ જમ્મુ કાશમીર અને આસપાસના વિસ્તારોમાં ર૪મી રાતથી કે રપમી થી બરફવર્ષા થશે.
એવી જ રીતે આવતા દિવસોમાં ૨ ૭મી આસપાસ બીજું વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સક્રિય થવાનું હોય તા. ર૮-ર૯ના પૂવે રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં વરસાદની શક્યતા છે તો લાગુ ગુજરાતને સામાન્ય માવઠાની સંભાવના છે. સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં હાલનું નોર્મલ તાપમાન ૧૦ થી ૧૩ ડિગ્રી ગણાય. જેમ કે રાજકોટ ૧૩, ભુજ ૧૧ અને અમદાવદ ૧૨ ડિગ્રી ગણાય.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૨૩ થી ૩૧ જાન્યુઆરી સુધીની આગહી કરતાં જણાવેલ કે, ઓવરઓલ તાપમાનમાં ૨૬મી સુધી હાલ જે છે તેવુ નોર્મલથી દિવસનું તાપમાન નીચુ જ રહેશે અને સવારના તાપમાનમાં સામાન્ય એકાદ – બે ડિગ્રીની વધ-ધટ જોવા મળશે. જયારે તા.૨૭-૨૮-૩૦ અને ૩૧ના તાપમાન નોર્મલ નજીક દિવસનું તાપમાન આવી જશે ૨૯ થી ૩૦ રેન્જમાં જોવા મળશે. તા.૨૯ના એક દિવસ તાપમાન ઠંડુ રહેશે.
- મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ
- હાલમાં અન્ય રાજ્યોની એરંડાની અવાકથી એરંડાના ભાવ દિવાળો પછી વધશે
- જીરૂમાં વિશ્વ આખાની માગ ખુલતા જીરુંના ભાવ આસમાને પહોંચશે
- સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક ઘટવાના સમાચારથી ઘઉંની બજારમાં તેજી
પવનની વાત કરીએ તો ઓવરઓલ પવનનું પ્રમાણ રહેશે. ઉત્તરના શિવાળુ પવન ફૂંકાશે. ૨૯મીના પશ્રિમના પવન રહેશે. પવનની ઝડપમાં વધારો – ઘટાડો જોવા મળશે. ૧૫ થી ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.