વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૭ જુનથી તા.૧૪ જુન સુધીની આગાહી કરતા જણાવેલ કે એકટીવીટી વધશે, જેમાં માત્રા અને વિસ્તારોમાં પણ વધારો થશે. આગામી સમયમાં ગરમી નોર્મલ રહેશે. પરંતુ અસહય બફારો ઉકળાટ પ્રવર્તતો રહેશે. છુટાછવાયા વાદળો જોવા મળશે.
મુખ્ય મુદ્દાઓ
તાપમાનની વધઘટ: શહેરોનો તાપમાન રિપોર્ટ
તેઓએ આપેલી ગત આગાહી મુજબ મહતપ તાપમાન તા.૬ જુન સુધીમાં ૩૯.૬ ડીગ્રી થી ૪ર.૩ ડીગ્રી વચ્ચે રહેલ. આમ, એક-બે ડીગ્રીની વધઘટ જોવા મળેલ. જેમ કે સુરેન્દ્રનગર ૪ર.૩ (નોર્મલથી ૧.૭ ડીગ્રી ઉંચુ) ડીસા ૩૯.૬ (નોર્મલથી ૧.૧ ડીગ્રી), અમદાવાદ ૪ર (નોર્મલથી ૧.૧ ડીગ્રી ઉચુ) ગાંધીનગર ૪૧.૮ (નોર્મલથી ૧ ડીગ્રી ઉચું), રાજકોટ ૪૧.૯ (નોર્મલથી ૧.૭ ડીગ્રી ઉચું) વડોદરા ૪૦.ર (નોર્મલથી ૦.૯ ડીગ્રી નીચુ) તાપમાન નોંધાયેલ.
અશોક પટેલની વરસાદની આગામી
અશોકભાઇએ જણાવેલ કે આગામી ૧૦ તારીખ સુધી માં નૈઋત્ય નું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો (મુંબઈ સહિત), તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો, મધ્યપશ્ચિમ બંગાળની ખાડી ના બાકીના ભાગોમાં અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.
હવામાન આગાહી: તાપમાન અને વાદળોની સ્થિતિ
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તા.૭ થી ૧૪ જુન સીુધીની આગાહી કરતા જણાવેલ છે. હવે નોર્મલ મહતમ તાપમાન ૪૦ થી ૪૧ ડીગ્રી ગણાય. આગામી સમયમમાં ગુજરાત રાજયમાં મહત્તમ તાપમાન રેન્જ ૩૯ થી ૪ર ડીગ્રીમાં રહેવાની શકયતા છે. મતલબ કે નોર્મલ ગરમી તેમ છતાં અમુક દિવસે તાપમાન ૧ થી ર ડીગ્રી ઘટશે. પરંતુ ભેજ વધવાને હિસાબે બફારો વધુ લાગશે. આગામી સમયમાં છુટા છવાયા વાદળ થવાની શકયતા છે.
આગામી સમયમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની સ્થિતિ
છેલ્લા ૫-૬ દિવસ માં બે ત્રણ દિવસ કોઈ કોઈ સીમિત વિસ્તાર માં છાંટા છૂટી થયેલ. આગામી સમય માં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધશે જેમાં માત્રા તેમજ વિસ્તાર માં વધારો જોવા મળશે. પહેલા દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્ર બાજુ તેમજ ત્યાર બાદ બીજા વિસ્તારો.
નોંધઃ હવામાન ખાતું ગુજરાત ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર સિવાય ના વિસ્તારો માં ત્યાં સુધી નો વરસાદ પ્રિ-મોન્સૂન ગણાય.