Gujarat Weather Ashok patel forecast Today : ૮ થી ૧૧ ઓગષ્ટ વરસાદનો મુખ્ય રાઉન્ડ – અશોકભાઈ પટેલ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે આજે તા. પ ઓગષ્ટ થી તા. ૧૨ ઓગષ્ટ મુધી મેઘરાજાનો સારો એવો રાઉન્ડ આવી રહ્યો છે.

તેઓએ વધુમાં જણાવેલ કે ગત આગાહીમાં જણાવેલ કે તા.૪ થી ૧૦ દરમિયાન ચોમાસુ માહોલ ફરીથી જામશે. તે અનુસંધાને ગઈકાલે રાજયના ૧૭૭ તાલુકાઓમાં વરસાદ થયો છે.જેમાં ૧૦૪ તાલુકામાં ૧૦ મી.મી. થી વધુ વરસાદ થયો છે.

૪ ઓગષ્ટ સુધીમા સોરાષ્ટ્ર – કચ્છ ઝોનમાં હાલ કરતા ૪૮% વધુ વરસાદ થયો છે તો ગુજરાત રીજનમાં ૨૦% વધુ વરસાદ પડયો છે. તા. ૫ ઓગષ્ટ સુધી સમગ્ર સીઝનની ટકાવારીએ જોઈએ તો કચ્છમા ૧૧ ૮%, સોરાષ્ટ્રમાં ૬૪.ર ૬%, ઉત્તર ગુજરાત ૬૦.૩૦%, મધ્ય ગુજરાત ૬૪.૪૫%, દક્ષિણ ગુજરાત ૮૫.૨ ૬%તેમજ સમગ્ર ગુજરાતમાં 9૨.૮૫% સરેરાશ વરસાદ પડી ગયો છે. જયારે દેશ લેવલે ઓવર ઓલ ૪૮૨ મી.મી. વરસાદ થવોજોઈએ તેનાબદલે ૫૧૦ મી.મી. પાણી પડ્યુ છે. આમ ૬% વધુ વરસાદ થયો છે.

સૌરાષ્ટ્ર – ગુજરાત ઉપર ૩ – ૩ પરિબળો સક્રિય બનશે : તા. ૮ થી ૧૧ ઓગષ્ટ દરમિયાન મેઘરાજા મુખ્ય રાઉન્ડ જોવા મળશે…


તેઓએ વધુમાં જણાવેલ કે ચોમાસુધરી હાલ સક્રિય છે અને નોર્મલ પોઝીશનથી દક્ષિણ બાજુ છે અને આવતા ૪-૫ દિવસ દક્ષિણ બાજુ રહેશે.ઉત્તર પશ્ચિમ બંગાળતી ખાડીમાં તા. 9 ઓગષ્ટના લો પ્રેશર થવાની શકયતા છે.એક ઈસ્ટવેસ્ટ સીઅરઝોન ૮ઓમષ્ટના મુંબઈના લેટીટ્યુડ ઉપર સક્રિય થશે. (૧૯ ડિગ્રી નોર્થ) જે આવતા દિવસોમાં ગુજરાત તરફ ગતિ કરશે.

આ ઉપરાંત ચોમાસુધરી હાલ બીકાનેર, કોટા, રાયપુર, ડીગા થઈ મધ્ય પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે. એકં અપરએર સાયકંલોનીકં સરકંયુલેશન ૩.૧ કિ.મી.ના લેવલે ઝારખંડ અને પશ્ચિમબંગાળ આસપાસ છે.બીજુ એકં અપરએર સાયકલોનીક સરકયુલેશન નોથ કોસ્ટલ આંધ્ર અને લાગુ પશ્ચિમ બંગાળની ખાડીની આસપાસ ૪.૫ કિ.મી.તા લેવલે છે. એકં અપરએર સાયકલોનીક સરક્યુલેશન રાજસ્થાનના મધ્ય ભાગોમાં ૩,૧ કિ.મી.અને 9.૬ કિ.મી.ના લેવલે છે.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૫ થી ૧૨ ઓગષ્ટ (શુક્ર થીશુક્ર) સુધીની આગાહી કરતાં જણાવેલ છે કે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ જે પૈકી સીમીત વિસ્તારમાં ભારે અને અતિ ભારે અલગ અલગ દિવસે વરસશે. આગાહી સમય દરમિયાન વરસાદની કુલ માત્રા ૫૦ થી 9૫ મી.મી. તેમજ સીમીત ભારે – અતિ ભારે વિસ્તારોમાં ૧૫૦ મી.મી.તે પણ વટાવી જાય.


કચ્છમાં હળવો -મધ્યમ જે પેકી સિમીત વિસ્તારોમાં ભારે -અલગ અલગ દિવસે કુલ માત્રા ર૫ થી પ૦ મી.મી.જેમાં ભારે વરસાદવાળા વિસ્તારોમાં ૧૦૦ મી.મી.ને પણ વટી જાય.આવતા દિવસોમાં વરસાદી સિસ્ટમ્સ ગુજરાત સૌરાષ્ટ્ર આસપાસ પસાર થતી હોય અને અરબી સમુદ્ર પરથી જતી હોય સિસ્ટમ્સ આધારીત કચ્છને ભર્યું નાળીયેર ગણાશે. (વરસાદની માત્રા વધી શકે.)

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની ૧૨મી ઓગસ્ટ સુધીની આગાહી : સૌરાષ્ટ્રમાં સર્વત્ર બેથી ત્રણ ઇંચ અને અમુક ભાગોમાં છ ઇંચથી વધુ ખાબકશે તથા દક્ષિણ ગુજરાતમાં રેલમછેલ થશે…

ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ, સીમીત વિસ્તારમાં ભારે, અલગ અલગ દિવસે ૫૦ થી 9૫ મી.મી. સુધી તો ભારે વિસ્તારોમાં ૧૦૦ મી.મી. સુધી વરસી જાય.

મધ્યગુજરાતમાં હળવાથી મધ્યમ જેપેકી સીમીત વિસ્તારમાં ભારે અને અતિ ભારે અલગ અલગ દિવસે વરસશે. આગાહી સમય દરમિયાન વરસાદની કુલ માત્રા પ૦ થી 9૫ મી.મી.તેમજ સીમીત ભારે – અતિ ભારે વિસ્તારોમાં ૧૫૦ મી.મી.ને પણ વટાવી જાય.


દક્ષિણ ગુજરાતમાં હળવો – મધ્યમ – ભારે જે પેકી સીમીત વિસ્તારમાં વધુ ભારે અલગ અલગ દિવસે ૫૦ થી ૧૦૦ મી.મી. ભારે – વધુ ભારે વિસ્તારોમાં ૨૦૦ મી.મી.ને વટાવી જાય.

આગાહી સમયમાં સમગ્ર રાજયના એકંલ – દોકલ વિસ્તારમાં જયાં વધુ ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે તે વિસ્તારોમાં ૨૫૦ શી.મી.તે પણ વટાવી જવાની શકંયતા છે. source: Weather Gujarat Ashok Patel

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment