એરંડાનું તેલની વિદેશીઓની ખરીદી ધીમી પડતા એરંડાના ભાવમાં સ્થિરતા : ખેડૂતો મક્કમ રહે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં સારો વરસાદ પડી જતાં હવે એરંડાનું વાવેતર સવાયું થો દોહઢુ થવાની વાતો બજારમાં ફરવા લાગી છે જો એરંડાનું વાવેતર સવાયું કે દોઢું થશે તો એરંડિયુ તેલ ખરીદવાવાળા વિદેશીઓ પણ હવે ખરીદીને ધીમી પાડશે. આથી આગામી ત્રણ થી ચાર મહિના એરંડામાં કોઇ મોટી તેજી થવાની શક્યતા નથી. એરંડાના ખેડૂતોએ હવે મક્કમ રહેવાનો સમય આવી ચૂક્યો છે.

હાલ એરંડાના ભાવ પીઠામાં મણના ૧૪૫૦ થી ૧૪૬૦ રૂપિયા ચાલો રહ્યા છે જેમાં બહુ ઘટાડો થવાની શક્યતા નથી કારણ કે  એરંડાની આવક ૩૦ હજાર ગુણીથી વધવાની શક્યતા નથી પણ સારો વરસાદ પડી ગયા બાદ હવે એરંડામાં હાલની તકે ભાવ મણના ૧૫૦૦ રૂપિયા થઇ જાય તેવી પણ શક્યતા રહી નથી.

પાંચ વર્ષ સુધી એરંડા સાચવી રાખો તો બગડતાં નથી પણ કેટલાંક ખેડૂતો હવે એરંડા વેચવા માટે અધીરા થઇ ચૂક્યા છે કારણ કે એરંડાના આટલાં ઊંચા ભાવ અગાઉ કયારેય થયા નથી વળી વરસાદ સારો પડી ગયો છે અને રાયડાના જે ખેડૂતોએ સારા ભાવ મેળવવાની રાહે રાયડો સાચવી રાખ્યો હતો તેને મોટો માર પડયો છે આથી એરડાના ખેડૂતોમાં પણ હવે ગભરાટ વધી રહ્યો છે.

જે એરંડાના ખેડૂતોને પાંચ-છ મહિના રાહ જોવાની તૈયારી ન હોઇ તે ખેડૂતો આ ભાવે એરંડા વેચી નાખે…

જે ખેડૂતોએ એરંડા ન વેચ્યા હોઇ અને હવે ભાવ ઘટવાનો ગભરાટ વધી રહ્યો હોય તેવા ખેડૂતોએ એરંડા વેચીને હળવું થઇ જવું જોઇએ કારણ કે એરંડાના ભાવ વધે તો પણ હવે દિવાળી આસપાસ જ વધશે તે પહેલા એરંડાના ભાવ મણના ૧૪૦૦ થી ૧૪૫૦ રૂપિયા વચ્ચે અથડાતા રહેશે. કદાચ એરંડાના ભાવ ૧૪૦૦ રૂપિયાનું મથાળું તોડી પણ શકે છે.

સારો વરસાદ પડી ગયો હોઇ, રાયડા સહિત તમામ તૈલીબિયાં-ખાદ્યતેલોના ભાવ ઘટી રહ્યા છે. ગવારનું વાવેતર સવાયું થી દોઢું થવાના સમાચારો મળી રહ્યા છે ત્યારે હવે તેજીના દિવસો પૂરા થવામાં છે. એરંડાના ભાવ વધીને મણના ૨૦૦૦ રૂપિયા થશે તે ધારણાઓ પણ હવે ખોટી પડે તેવું લાગે છે. દિવાળી આસપાસ એકાદ મહિના માટે એરંડાના ભાવ વધીને ૧૬૦૦ થી ૧૭૦૦ રૂપિયા મણના થઇ શકે છે પણ તેનાથી વધુ તેજી થવાની હવે શક્યતા દેખાતી નથી.

એરંડાનું વાવેતર સવાયું થી દોઢુ થશે તો આગામી ત્રણ થી ચાર મહિના એરંડામાં તેજી થશે નહીં…

જે ખેડૂતોને હાલ પૈસાની જરૂરત ન હોઇ અને પાંચ થી છ મહિના બાદ એટલે કે દિવાળી સુધી એરંડા સાચવી રાખવાની તૈયારી હોઇ તેઓને એરડાના દિવાળી સુધીમાં અથવા દિવાળી પહેલા સારા ભાવ મળવાના સો ટકા ખાતરી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment