મગફળીમાં બિયારણ ની ઘરાકી વધવા થી, સારા ભાવ ની આશા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ખરીફ મગફળીના ખેડૂતોને સારા ભાવ મળ્યા હોઇ અને પાણીની સગવડ સારી હોઈ ઉનાળુ સીઝનમાં સ્વભાવિક રીતે જ ખેડૂતોની પહેલી પસંદ મગફળીનું વાવેતર કરવાની રહેશે.

હવે મગફળીનું બિયારણ ખરીદવાની સીઝન ચાલુ થઈ ચૂકી છે. ખરીફ સીઝનમાં પાછોતરા વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોની મગફળી બગડી ચૂકો હોઇ ખેડૂતો પાસે બિયારણની મગફળી રહી નથી.


બિયારણની મગફળીના વેપાર કરનારા એગ્રો સેન્ટરવાળા અને બીજા વેપારીઓના મતે ૮૦ ટકા ખેડૂતોને બિયારણ માટ મગફળી ખરીદવા બજારમાં આવવું પડશે. આ ખરીદો હજુ દોઢ મહિનો ચાલુ રહેશે કારણ કે ઉનાળુ મગફળીનું વાવેતર તા.૧૫મી ફેબ્રુઆરીથી ચાલુ થશે અને બે થી ત્રણ અઠવાડિયા ચાલુ રહેશે.

મગફળીમાં બે મહિના બિયારણની ઘરાકી બહુ સારી રહેશે, આથી ખેડૂતો સારા ભાવ થવાની રાહ જુઓ

વેપારીઓ અને મગફળીના કારખાનાઓવાળાના મતે સૌરાષ્ટ્રમાંથી ૬૦ થી ૬પ ટકા, ઉત્તર ગુજરાતમાંથી ૯૦ ટકા, રાજસ્થાનમાંથી ૭૦ ટકા અને ઉત્તર પ્રદેશમાંથી ૭૫ ટકા મગફળી બજારમાં વેચાઈ ચૂકી હોઇ હવે શક્તિશાળી ખેડૂતો પાસે મગફળીનો જથ્થો પડ્યો છે જેને કારણે હવે મગફળીના ભાવ વધશે તો જ મગફળી બજારમાં વેચવા આવશે એટલે મગફળીના ભાવ વધવાનું નક્કી છે.


ડિસેમ્બરમાં ક્રિસમસનું વેકેશન અને ચીનમાં નવા વર્ષની રજાના માહોલમાં છેલ્લા દોઢ મહિનાથી સીંગદાણા અને સીંગતેલના નિકાસકામો અટકી ગયા હતા જેને કારણે અહીં મગફળીનો જોઈએ તેવો નિકાલ થયો નથી.

હવે એક તરફ મગફળીની આવક ઘટી રહી છે અને બીજી તરફ, બિયારણ, સીંગદાણા અને સીંગતેલની માગ વધવાની શક્યતા દેખાઇ રહી છે. આ સંજોગોમાં ખેડૂતોએ ઓછામાં ઓછા બે મહિના મગફળીના સારા ભાવ મળવાની રાહ  જોવી જોઇએ.

હાલ મગફળીના ભાવ ચાલી રહ્યા છે તેમાં ઓછામાં મણે રૂ।.૩૦ થી ૫૦ વધવાની શકયતા દેખાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment