ગુજરાતમાં ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો, ભાવ રૂ.૬૦૦ થી ૪૦૦ થવાની પુરેપુરી ધારણા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ડુંગળીનો બજારમાં ભાવમાં સુધારાની ગતિ ચાલુ છે. ચોમાસામાં પાછોતરા ભારે વરસાદને પગલે ડુંગળીનાં પાકમાં બગાડ મોટો થયો છે. સ્ટોકમાં પડેલી ડુંગળીમાં પણ બગાડ ૫૦ ટકા ઉપર થયો હોવાથી હાલ માલની આવકો ઓછી છે. પરિણામે ડુંગળીનાં ભાવમાં મણે રૂ.૧૦૦ની તેજી આવી ગઈ છે.

commodity market of onion price rise sharply agriculture in Guajrat due to nasik kanda market bhav hike
commodity market of onion price rise sharply agriculture in Guajrat due to nasik kanda market bhav hike

ગુજરાતમાં ડુંગળીની બજાર

ડુંગળીની બજારમાં લાલચોળ તેજી આવી છે અને ભાવ છેલ્લા એક જ પખવાડિયા માં ૫૦ ટકા ઉપર વધી ગયાં છે. કેન્દ્રીય ગ્રાહક બાબતનાં મંત્રાલયમાં આ બાબતે બે-ત્રણ દિવસ પહેલા ચર્ચા હતી અને આગળ ભાવ વધુ વધે તો શું પગલા લેવા તે અંગે પણ વાતચીત થઈ હોવાની વાત જાણવા મળી રહી છે. સુત્રો કહે છેકે જો ભાવ બહુ વધ્યા તો સરકાર કોઈ કડક પગલા લે તેવી સંભાવના છે.

ડુંગળીનો બજાર અહેવાલ

મોટા ભાગનાં વેપારીઓ કહે છે કે ડુંગળીનાં ભાવમાં દિવાળી સુધી તેજીનો તબક્કો ચાલુ રહે તેવી સંભાવનાં છે. આગામી દિવસોમાં ડુંગળીનો બજારમાં વેચવાલી નહીં આવે તો આ તેજી ઝડપી બની શકે છે અને ગમે તે ભાવ થઈ શકે છે.

નાશીક ડુંગળીના ભાવ

એશિયાની સૌથી મોટી મંડી ગણાતી નાશીકની લાસણગાંવ મંડીમાં ડુંગળીનાં ભાવ ૧૭મી સપ્ટેમ્બરનાં રોજ રૂ.૭૦૦ થી ૧૬૭૫ અને મોડલ ભાવ રૂ.૧૪૫૦નાં હતાં. જે બીજી ઓક્ટોબર એટલે કે શનિવારે વધીને રૂ.૧૦૦૦ થી ૩૧૦૧ સુધી ક્વોટ થયા હતાં. મોડલ ભાવ રૂ.૨૧૭૦નાં હતાં. આમ મોડલ ભાવ મુજબ ૫૦ ટકાનો વધારો આવ્યો છે. આ ભાવ ઉન્હાલ ક્વોલિટીની લાલ ડુંગળોનાં છે.

નાશીકમાં સારી ડુંગળીનાં ભાવ રૂ.૩૧૦૦ની ઉપર પહોંચ્યાં, હવે ૨.૪૦૦૦નો લક્ષ્યાંક, ઊંચા ભાવ ઉપર કેન્દ્રીય ગ્રાહક બાબતનાં મંત્રાલયની નજર બગડી…

નાશીક કાંદા માર્કેટ બજાર

નાશીકની બીજી મંડી પિમ્પલગાંવમાં ગાવઠી ક્વોલિટીની ડુંગળીમાં ભાવ શનિવારે રૂ.૧૫૦૦ થી ૩૭૫૩ સુધી બોલાયાં હતાં અને મોડલ ભાવ રૂ.૨૮૫૦નાં હતાં. આમ સારી ડુંગળી રૂ.૪૦૦૦ તરફ પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો :  

કેટલો થશે ડુંગળીનો ભાવ

ડુંગળીનાં ભાવ ગત વર્ષે ઓક્ટોબરમાં વર્ધાને મણનાં રૂ.૧૨૦૦ની ઉપર પહોંચ્યાં હતા, એવા ભાવ થાય તેવી સંભાવનાં ઓછી છે, પંરતુ સરેરાશ મણનાં રૂ.૬૦૦ થી ૭૦૦ સુધી પહોંચે તેવી સંભાવનાં નકારી શકાય તેમ નથી. જોકે નાશીકની સૌથી મોટી મંડી લાસણગાંવમાં શનિવારે સારી ડુંગળીનાં ભાવ ઉપરમાં રૂ.૬૨૦ સુધી પણ પહોંચ્યાં હતાં.

કેવા રહેશે ડુંગળી ના ભાવ

ડુંગળી સાથે સંકળાયેલો મોટા ભાગનો વર્ગ કહે છે કે ડુંગળોનાં ભાવ ક્વિન્ટલનાં હિસાબે ગત વર્ષે ઓક્ટોબરમાંવધીને રૂ.૮૦૦૦ થાય હતા, એવા ભાવ થાય તેવું લાગતું નથી, પરંતુ ભાવ વધીને આગામી થોડા દિવસમાં રૂ.૪૦૦૦ કે રૂ.૫૦૦૦ની સપાટી પર પહોંચી શકે છે.

રાજકોટ ડુંગળી ના ભાવ

રાજકોટમાં ડુંગળીની બજારમાં ભાવમાં શનિવારે સારી ક્વોલિટીમાં રૂ.૫૧૦ બોલાયાં હતાં. આમ ડુંગળીની બજારમાં તેજીની શરૂઆત થઈ ગઈ છે અને ભાવ હજી પણ વધે તેવી ધારણાં છે.

સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવ

સૌરાષ્ટ્રની ઉચ્ચ ક્વોલિટીની ડુંગળીમાં રૂ.૫૦૦ થી ૬૦૦ મણનાં ભાવ તો દેખાય ગયા છે,પંરતુ સરેરાશ ભાવ પણ આવા આવી શકે છે અને સુપરનાં ભાવ રૂ.૭૦૦ સુધી જાય તેવી સંભાવનાં છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment