નવા કપાસના વાવેતર કરનાર ખેડૂતોને આવતી સીઝનમાં કપાસના ભાવ સારા મળે તેવું તારણ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ વર્ષે કપાસના ખેડૂતોને અગાઉ કયારેય ન જોયા તેવા ભાવ મળ્યા છે પણ નવી સીઝનમાં કપાસનું વાવેતર કરશે તેને કપાસના ભાવ ૨૫૦૦ રૂપિયા મળશે તેવું ધારવું ભૂલભરેલું રહેશે પણ અમેરિકામાં જે રીતે દુષ્કાળ આગળ વધી રહ્યો છે તે જોતાં ખેડૂતોને નવી સીઝનમાં કપાસના સારા ભાવ મળે તેવું અત્યારે દેખાય છે પણ આગળ જતાં સ્થિતિ શું થાય તેની પર દરેક ખેડૂતોએ નજર રાખવી જોઇએ.

બધા જ ખેડૂતો મગફળી કે અન્ય પાકો છોડીને કપાસનું બહુ મોટા પ્રમાણમાં વાવેતર કરશે તો કપાસ ઉગ્યા પછી માર્કેટયાર્ડામાં કપાસના ઢગલા થવા લાગશે અને ભાવ સડસડાટ તૂટી જશે તેવી સ્થિતિમાં ખેડૂતોને જ માર પડવાનો છે આથી નવી સીઝનમાં ખેડૂતો માપમાં કપાસનું વાવેતર કરે તે વધારે સારૂ રહેશે.

સૌથી વધુ અમેરિકામાં કપાસ ઉગાડતાં ટેક્સાસ ઉપરાંત અકલોહામા, જર્યોજિયા વિગેરેમાં દુષ્કાળ જેવી સ્થિતિ હોઇ કપાસનું વાવેતર ઘટી શકે છે અથવા તો કપાસ ઉગ્યા બાદ ઉતારા ઘટતાં ઉત્પાદન ઓછું થવાની આગાહીઓ થઈ રહી છે જો કે અમેરિકામાં કપાસનું વાવેતર ૧૨ ટકા વધવાની ગણત્રી ત્યાંની સરકારે મૂકી છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં આ વર્ષે મોટું વાવેતર થયું છે તેમજ પાકિસ્તાનમાં પણ કપાસનું વાવેતર મોટે પાયે વધવાની ધારણા છે.

તાજેતરમાં ભારતે ઓસ્ટ્રેલિયા સાથે સમજૂતી કરાર કર્યા હોઇ નવી સીઝનમાં ઓસ્ટ્રેલિયાનું ત્રણ લાખ ગાંસડી રૂ ભારતમાં કોઇપણ પ્રકારની ડયુટી વગર આવવાનું છે તે નક્કી છે. આથી નવી સીઝનમાં વિદેશી રૂ પણ ભારતમાં ઠલવાશે.

હાલના મણના ૨૫૦૦ રૂપિયા ભાવ નવી સીઝનમાં મળશે તેવું ધારવું ખોટું પડશે…

એવી રીતે, તમામ સ્થિતિ જોતાં અમેરિકાની સ્થિતિ પર કપાસ ઉગાડતાં માગતા ખેડૂતોએ ખાસ નજર રાખવી અને વધુ પડતો કપાસ ન ઉગાડવાનું સલામત ગણાશે.

જે ખેડૂતો પાસે કપાસ પડયો છે તેઓને સારી કવોલીટીના કપાસના ભાવ હજુ છેલ્લે સુધી સારા મળવાની ધારણા છે. કપાસના ભાવ હવે ચાલુ સીઝનમાં ઘટે તેવી કોઇ શક્યતા નથી આગળ જતાં સતત વધતાં રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment