ગુજરાતમાં ઘઉંની આવક ઓછી થવાની સાથે ઘઉંના ભાવ સારા મળવાની પુરેપુરી આશા

WhatsApp Group Join Now

Telegram Group Join Now

હવે ઘઉંની સિઝન પૂરી થવામાં છે અને ગુજરાતમાં મોટા ભાગનાં સેન્ટરમાં ઘઉંની આવકો હવે ઘટવા લાગી છે. ઘઉંની આવક ઓછી થવાની સાથે સરેરાશ બજારમાં આગળ ઉપર બજારનો ટોન હાલ પૂરતો સરેરાશ મજબૂત દેખાય રહ્યો છે.

ખેડૂતો પાસે સારી ક્વોલિટીનાં ઘઉં પડ્યાં હોય તો આગામી દિવસોમં સરેરાશ સારી ક્વોલિટીમાં ઊંચા ભાવ મળે તેવી ધારણાં છે.

સરકારનાં બીજા આગોતરા અંદાજ કરતાં ઘઉંનો પાક ૮૦થી ૧૦૦ લાખ ટન જેટલો ઓછો થાય તેવી સંભાવનાં છે. વેપારી અંદાજો એક હજાર ટનથી પણ ઓછાનાં છે. આગામી દિવસોમાં ઘઉંની બજારમાં જેમ-જેમ આવકો ઓછી થશે તેમ સારી ક્વોલિટીનાં બજારો સુધરી શકે છે. નિકાસમાં અત્યારે વેપારો સારા છે.

આપણાં ઘઉં પહેલીવાર ઈજિપ્તમાં પણ નિકાસ થઈ રહ્યાં છે અને ગત સપ્તાહે એક ઘઉંની ખેપ નિકાસ થઈ છે અને એ પહોંચ્યાં બાદ જો તેની ક્વોલિટી પસંદ પડશે તો ઈજિપ્તમાં મોટી માત્રામાં ઘઉંની નિકાસ થવાની તકો રહેલી છે. ઈજિપ્ત સામાન્ય રીતે રશિયા-યૂક્રેનથી જ ઘઉંની આયાત કરતું હતું અને તે વિશ્વનો સૌથી મોટો ઘઉંનો આયાતકાર દેશ છે, જે પણ ભારત તરફ વળ્યો છે.

ઘઉંનાં ભાવ પીઠાઓમાં મિલબર ક્વોલિટીમાં રૂ.૪૪૦થી ૪૭૦ અને સારી ક્વોલિટી રૂ.૫૦૦થી ૬૦૦ સુધીમાં ખપે છે, પરિણામે જેમની પાસે સારી ક્વોલિટીનાં ઘઉં છે એ પોતાનાં ભાવથી જ ખપે છે અને ખેડૂતોએ પોતાનાં ભાવથી જ વેચાણ કરવાની સલાહ છે.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment