રૂના ભાવ વાયદાની તેજીને કારણે સુધરતાં તેની પાછળ ગુરૂવારે સતત બીજે દિવસે કપાસના ભાવમાં સૌરાષ્ટ્રમાં મણે રૂ.૧૦ થી ૧૫ અને કડીમાં મણે રૂ.૫ થી ૧૦નો સુધારો જોવા મળ્યો હતો.
સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ભલે બધા વાત કરે પણ હવે ખેતરોમાં કપાસ બહુ જ ઓછા ઊભા છે ખેડૂતોના ઘરમાં પકકડવાળા કપાસનો સ્ટોક હજુ ઠીક-ઠીક છે પણ ખેડૂતોના ઘરમાં પડેલા કપાસ પુરા ૩૭ થી ૩૮ ઉતારાના અને સારી કવોલીટીના કપાસ વધારે છે.
એક વાત પાકી છે કે જેટલો કપાસ આવ્યો તેટલો કપાસ હવે આવવાનો નથી અને હવે જે ખેતરમાં કપાસ ઊભો છે તે ફરધર જેવો વધારે હશે. મહારાષ્ટ્રમાંથી હાલ ફરધર કપાસની થોડી થોડી આવક ચાલુ છે તેના ભાવ રૂ.૧૫૫૦ થી ૧૬૦૦ બોલાય છે.
ગુરૂવારે જીનપહોંચ એકદમ સારી કવોલીટીન કપાસના રૂ.૨૦ વધીને રૂ.૧૯૮૦ થી ૧૯૯૦ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના સારી કવોલીટીના કપાસના રૂ.૧૯૦૦ ટકેલા હતા.
- ઘઉંની આવકો ઘટતા મકરસંક્રાંતિ બાદ ઘઉંના ભાવમાં સુધારાની સંભાવનાં, કેવા રહેશે ભાવ?
- તલમાં સતત ઘટતી આવકો વચ્ચે તલના ભાવ માં આ રીતે આવી શકે છે ઉછાળો
- એરંડામાં જોઇએ એટલી આવકો વધતી નથી, એરંડાના ભાવ વધવાની રાહ જોવી કે નહીં?
- ચણામાં ફેબ્રુઆરી આસપાસ નવી આવકોના અંદાજ સાથે ચણાના ભાવમાં ઉછાળાની આશા
કડીમાં ગુરૂવારે મહારાષ્ટ્રના કપાસની આવક ઘટીને માંડ ૭૦ ગાડીની જ રહી હતી, બધુ મળીને ૨૫૦ સાધનોની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂ.૧૯૩૦-૧૯૪૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂ.૨૦૨૦ના ભાવ હતા.