હાલ કેન્દ્રના બફર સ્ટોક માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ઘઉંની સરકારી ખરીદી ૧૫ લાખ ટનની નજીક પહોંચી ગઈ છે – જે એક વર્ષે અગાઉના સમયગાળામાં ૧૦.૩ લાખ ટન કરતાં ૪૧ ટકા વધુ છે.
આ વર્ષે ખરીદી ૧૩ માર્ચે રાજસ્થાનથી શરૂ થઈ હતી. જો કે સરકારે ૧ એપ્રિલથી શરૂ થતા માર્કેટિંગ વર્ષમાં ૩૭૨.૯ લાખ ટન ખરીદવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, અધિકારીઓએ કહ્યું છે કે “વાસ્તવિક” પ્રાપ્તિ ૩૧૦ થી ૩૨૦ લાખ ટન હોઈ શકે છે. જેથી ઘઉંના ભાવમાં વધવાની સંભાવના છે.
કુષિ મંત્રાલયે ૨૦૨૩-ર૪ પાક વર્ષ (જુલાઈ-જૂન) માટે ઘઉંનું વિક્રમી ઉત્પાદન ૧૧૨૦.૨ લાખ ટન રહેવાનું અનુમાન લગાવ્યું છે. આ વર્ષે આગમન સામે પ્રાપ્તિની ટકાવારી પ૪ ટકા છે જે એક વર્ષ અગાઉ ૩૯ ટકા હતી.
મધ્યપ્રદેશમાં બોનસને પગલે સૌથી વધુ ૧૨.૯ લાખ ટનની ઘઉંની ખરીદી થઈ…
૯ એપ્રિલ સુધ મધ્યપ્રદેશમાંથી મોટાભાગની ખરોદી ૧૨.૯ લાખ ટન નોંધવામાં આવી છે, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં ખરીદેલી લગભગ ૧૦ લાખ ટન કરતાં ૩૦ ટકા વધુ છે. એમપીની મંડીઓ (કૃષિ ટર્મિનલ બજારો) માં લઘુત્તમ ભાવ પણ પાછલા સપ્તાહમાં વધીને રૂ.૨૨૫૦/ ક્વિન્ટલ થયો છે જે ૩ એપ્રિલે રૂ.૨,૨૩૫/ક્વિન્ટલ હતો, એમ વેપારીઓએ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર ઘઉના લઘુત્તમ ટેકાના ભાવ રૂ.૨૨૭૫ ક્વિન્ટલ ઉપરાંત વધારાનું રૂ.૧૨પનું બોનસ ચુકવોને રૂ.૨૪૦૦નાં ભાવથી ખરીદી કરે છે, જેને પગલે ત્યાં ખરીદી વધારે થઈ છે.
રાજસ્થાન જેણે બોનસની સમાન રકમની પણ જાહેરાત કરી હતી, તેણે ૨.૪ ટન લાખ ટન આવકમાંથી ૩૧,૯૫૬ ટનની પ્રાપ્તિ નોંધાવી છે. વર્ષ અગાઉના સમયગાળામાં રાજસ્થાનમાં કોઈ ખરીદી થઈ ન હતી.
ઉત્તર પ્રદેશ, જેણે ગયા મહિને બિનસત્તાવાર રીતે મોટી કંપનીઓ અને સ્ટોકિસ્ટોને રાજ્ય લક્ષ્યાંકિત જથ્થાની ખરીદી ન કરે ત્યાં સુધી ઘઉંના બજારમાં પ્રવેશ ન કરવા જણાવ્યું હતું, તેણે વર્ષ અગાઉ ૬,૯૦૭ ટનની સરખામણીએ ૩૮,૮૯૧ ટનની ખરીદી કરી છે.
હરિયાણામાં, ખરીદી અત્યાર સુધીમાં ૮૩,૨૦૩ ટન પર પહોંચી ગઈ છે, જે એક વર્ષ અગાઉ ૨૩,૧૯૧ ટન હતી જ્યારે પંજાબમાં વાર્ષિક બૈસાખી તહેવારની ઉજવણીને કારણે ૧૩ એપ્રિલ પછી ખરીદીને વેગ મળવાની શક્યતા છે.