ધાણા ની બજાર : રશિયાના સસ્તા ધાણા ભારતમાં આવતા હોવાથી દિવાળી પછી ધાણાના વાયદા ભાવ વધશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જુલાઈ મહિનામાં રશિયામાં ધાણાનો નવો પાક બજારમાં આવ્યો છે અને રશિયાનો ધાણાનો પાક ગયા વર્ષ કરતાં સારો છે અને હાલ રશિયાના ધાણા ભારતમાં મણે ૧૭૦૦ થી ૧૮૦૦ રૂપિયામાં મળી રહ્યા હોઇ ધાણાના ભાવ દિવાળી સુધો વધવાનો શક્યતા દેખાતી નથી. અહીં હાલ સારી કવોલીટીના ધાણાનો ભાવ મણનો ૨૨૦૦ થી ૨૪૦૦ રૂપિયા ચાલે છે.

સપ્ટેમ્બર અને ઓકટોબર મહિનામાં રશિયાથી એક લાખ ગુણી ભારતની બજારોમાં ઠલવાશે આથી ધાણાનો મોટો સ્ટોક બજારમાં આવી રહ્યો હોઇ ધાણાના ભાવ દિવાળી સુધી વધવાની કોઇ શક્યતા નથી.


ધાણા હવે ભારતમાં બહુ બચ્યા નથી અને નવા ધાણાની આવક છેક માર્ચ મહિનામાં થવાની છે આથી ધાણાની અછત દિવાળી પછી સો ટકા દેખાશે. રશિયાના ધાણાની આવક થોડી ઓછી થશે અને અહીં પણ ધાણાનો સ્ટોક ઓછો થશે ત્યારે ધાણાના ભાવ વધશે.

દાણાના ભાવ સારા મેળવવા માટે ખેડૂતોએ દિવાળી સુધી રાહ જોવી પડશે. દિવાળી બાદ ધાણાના ભાવ વધશે…


હાલની સ્ટોકની સ્થિતિ જોતો જો ધાણાનું વાવેતર વધુ પ્રમાણ નહીં વધે તો ધાણાના ભાવ વધીને મણના ૨૬૦૦ થી ૨૮૦૦ રૂપિયા પણ થઇ શકે છે પણ જો વાવેતરમાં મોટો વધારો થશે તો ધાણાના ભાવ વધીને ૨૪૦૦ થી ૨૫૦૦ રૂપિયા થઇ શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment