ગુજરાતમાં કપાસની આવક વધતા, કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશમાં રૂની આવક ૮૪ થી ૯૪ હજાર ગાંસડી એટલે કે સવા વીસ થી સાડી બાવીસ લાખ મણ કપાસની આવક બુધવારે રહી હતી. દેશભરમાં કપાસની આવક છેલ્લા સાત-આઠ દિવસથી જળવાયેલી છે. તા.૧૦મી માર્ચ પછી કપાસની આવકમાં ઘટાડો થાય તેવી ધારણા છે.

દેશમાં રૂની આવક તા.૧૮મી ફેબ્રુઆરી સુધીમાં ૨૮૫.૯૦ લાખ ગાંસડી થઇ હોવાનું સીસીઆઇના રિપોર્ટમાં બતાવ્યું હતું. સીસીઆઈના અંદાજ પ્રમાણે દેશમાં ૮૯ કરોડ મણ અને કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયા ના અંદાજ પ્રમાણે ૮૬.૪૦ કરોડ મણ કપાસનું ઉત્પાદન ચાલુ વર્ષે થવાનો અંદાજ છે.

સીસીઆઇ ના રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં અંદાજે ૬૮.૬૪ કરોડ મણ કપાસની આવક થઇ ચૂકી છે. આમ, હવે સીઝનના બાકી રહેલા આઠ મહિનામાં માત્ર ૨૦ કરોડ મણ કપાસની આવક આવશે જે દેશની જીનોની સંખ્યા જોતાં બહુ જ ઓછી ગણાશે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ ૭૭ ટકા કપાસ માર્કેટમાં આવી ચૂક્યો છે. મંગળવારે દેશાવરમાં કપાસના ભાવ જળવાયેલા હતા. ઉત્તર ભારતમાં મણના રૂ।.૧૨૦૦ થી ૧૨૬૦ અને દક્ષિણ ભારતમાં રૂ।.૧૧૮૦ થી ૧૩૦૦ સુધીના ભાવ બોલાયા હતા.

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં દોઢ લાખ મણની હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક બુધવારે વધી હતી કડીમાં મહારાષ્ટ્રની ર૫૦ ગાડી , આંધ્રની ૪-૫ ગાડી અતે કર્ણાટકની ૫-૬ ગાડી અને કાઠિયાવાડની આવક ઘટીને ૧૨૫ ગાડીની હતી.

કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૨૦૦ થી ૧રરપ , આંધ્રના રૂ.૧૨૦૦ થી ૧૨૪૦, કર્ણાટકના રૂ.૧૨૦૦ થી ૧૨રપ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.૧૧૪૦ થી ૧૨૦૫ ભાવ બોલાતા હતા. બુધવારે કડીમાં કપાસના ભાવ રૂ.૧૦ ઘટયા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં બુધવારે આવક ૧.રપ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ।.૧૦૫૦ થી ૧૦૭૦ અને ઊંચામાં રૂ.૧૨૭૦ થી ૧૩૦૦ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ જળવાયેલી હતા પણ નબળા અને મધ્યમ ક્વોલીટીના કપાસના ભાવ રૂ.૫ ઘટયા હતા.

જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં રૂના ભાવ રૂ।.૧ર૭૫ થી ૧૨૮૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૨૬૦ થી ૧ર૬પ, મિડિયમ કવોલીટીના રૂ।.૧૨૨રપ થી ૧૨૪૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૧૯૦ થી ૧૨૧૦ ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા કપાસના ભાવ બુધવારે રૂ।.૧૨૫૦માં વેપાર થયા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment