ઘઉંમાં કારખાના અને વેપારીઓની ઓછા વેપારથી ભાવમાં સ્થિરતાનો માહોલ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઘઉંમાં કંપનીઓ અને સ્ટોકિસ્ટોની ઠંડી ઘરાકીનાં પગલે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. મિલોનાં ભાવમાં થોડો ચમકારો હતી, પરંતુ પીઠાઓ સ્ટેબલ હતા. વૈશ્ચિક બજારમાં હાલ મુવમેન્ટ ઓછી છે અને દરેક વર્ગ રશિયા અને યૂક્રેનની નિકાસ ડ્યૂટી અને તેની નીતિ ઉપર બારીકાઈથી નજર રાખી રહ્યાં છે.

ઘઉંમાં હાલનાં તબક્કે વૈશ્વિક ઘઉંની બજારો ઉપર જ કંપનીઓની ખરીદોનો આધાર રહેલો છે. માર્ચ મહિનામાં ગુજરાતનાં બંદરો પરથી આશરે બે મોટી શીપ જવાની છે, જે પૈકી બંને કંપનીઓ પાસેપૂરતી માત્રામાં માલ પડ્યો છે, પરિણામે તેની નવેસરથી ખરીદી આવે તેવી કોઈ સંભાવનાં હાલ દેખાતી નથી.

નવા ઘઉંની આવકો આજથી તલોદમાં પણ શરૂ થઈ હતી અને આગામી સોમવારથી ઉત્તર ગુજરાતનાં મોટા ભાગનાં સેન્ટરમાં નવા ઘઉંની આવકો વધવા લાગે અથવા તો જે સેન્ટરમાં શરૂ થઈ નથી ત્યાં થોડી-થોડી શરૂ થવા લાગે તેવું લાગી રહ્યું છે. ઘઉની બજારમાં આગામી દિવસોમાં ભાવ થોડા ઘટી શકે છે, પંરતુ ઓલઓવલ બજારો બહું ઘટશે નહીં.

નવા ઘઉંની કેશોદમાં આજે ૪૫૦૦ ગુણીની આવક હતી અને કેશોદ ઘઉંના ભાવ રૂ.૩૫૦થી ૩૭૫નાં હતાં. સારી ક્વોલિટીમાં રૂ.૩૮૫-૩૯૦ સુધીનાં ભાવ હતાં. રાજકોટમાં નવા ઘઉંની ૧૫૦૦ બોરીની આવક હતી અને રાજકોટ ઘઉંના ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.૩૪૫થી ૩૫૦, સારામાં રૂ.૩પપથી ૩૬૫ અને સુપર ક્વોલિટીમાં રૂ.૩૭૫થી ૪૫૦ સુધીનાં ભાવ હતાં. જૂના ઘઉની ૫૦૦ બોરીની આવક હતી.

ગોંડલમાં નવા ઘઉંની ૬૦૦૦ ગુણીની આવક હતી અને ગોંડલ ઘઉંના ભાવ લોકવનમાં રૂ.૩૪૦થી ૩૪ર, મિડીયમમાં રૂ.૩૫૦થી ૩૮૦ સારામાં રૂ.૪૦૦ સુધીનાં ભાવ હતા, ટૂકડામાં રૂ.૩૫૦થી ૩૬૦, સારામાં રૂ.૩૭૦થી ૪૯૮ સુધીનાં ભાવ હતાં.

કોડીનારમાં ૬૦૦૦ ગુણીની આવક અને કોડીનાર ઘઉંના ભાવ હવાવાળા માલનાં રૂ.૩૩૮થી ૩૪૦ લોકવન ઘઉંના ભાવ રૂ.૩૫૦થી ૩૬૦ અને ટૂડડામાં રૂ.૩૪૦થી ૩૮૦નાં ભાવ હતાં. સારી ક્વોલિટીમાં રૂ.૩૮૦ થી રૂ.૪૦૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં નવા ઘઉંની ૪૦૦ ગુણીની આવક હતી અને હિંમતનગર ઘઉંના ભાવ મિલબરનાં રૂ.૩૪પથી ૩૫૫, મિડીયમમાં રૂ.૩૬૦થી ૩૯૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૦૦થી ૪૬૧ ભાવ હતાં. જૂના ઘઉંની ૩૦૦ બોરીની આવક હતી.

મોડાસામાં ૨૦૦૦ ગુણીની આવક હતી અને મોડાસા ઘઉંના ભાવ રૂ.૩૪૧થી ૪૦૫નાં ભાવ હતાં. ઈડરમાં ૬૦૦ બોરી હતી અને ઈડર ઘઉંના ભાવ રૂ.૩૪૮થી ૪રપનાં હતાં. તલોદમાં નવા ઘઉની ૧૦૦ બોરીની આવક હતી અને તલોદ ઘઉંના ભાવ રૂ.૩૪૦થી ૩૯૨નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment