એરંડાના ભાવ: એરંડા બજારમાં નિરવ શાંતિ પ્રવર્ત છે. એરંડાના અગ્રણી ટ્રેડર જલાવ્યુ હતું કે મે મહિનામાં અત્યાર સુધીની ઓલટાઈમ હાઈ ૯૦ હજાર ટન કરતાં વધારે નિકાસ અને એરંડાની સતત ઘટી રહેલી આવક છતાં તેજીવાળાની કોઇ મુવમેન્ટ દેખાતી નથી ખાસ કરીને દિવેલની ડિમાન્ડ એકદમ સુસ્ત છે એરેડાનું પિલાણ કરતી અનેક નવી મિલો ચાલુ થતા દવલના સપ્લાય વધી હાવાનું પણ કારણ હોઇ શકે છે.
મુખ્ય મુદ્દાઓ
એરંડાની આવકમાં વધારો
ચોમાસું સામે હોઇ અને એકદમ સારૂ ચોમાસું જવાની. વ્યાપક આગાહીઓ થઈ રહો હોઇ તેજીવાળાનું સાવચેતીભર્યું વલણ દેખાય છે. એરંડાની આવક અને કામકાજ બુધવારે વધોને ૭૮ હજાર ગુણી રહ્યા હતા.
ગુજરાતમાં એરંડાના વેપાર
બધવારે બનાસકાંઠા-પાટણ-મહેસાણામાં વેપાર ૪૩ હજાર ગુણી , કચ્છમાં ૯ હજાર બોરી, માંડણ-પાટડી,હળવદ, સૌરાષ્ટ્રમાં પ હજાર બોરી, સાબરકાંઠા, અરવલ્લી સાઉથ ગુજરાતમાં પ હજાર બોરી, રાજસ્થાનની ૧૧ હજાર ગુણી અને સીધા મિલોના પ હજાર બોરીના કામકાજ હતા. છેલ્લા બે દિવસથી એરંડા વાયદા ઘટી રહ્યા હોઇ પીઠા ઊંચા મથાળેથી થોડા ઘટીને બુધવારે એવરેજ રૂ.૧૧૧૦ થી ૧૧૨૫ બોલાયા હતા.
જગાણા અને ગાંધીધામ દિવેલાના ભાવ
જગાણાના ભાવ સવારે રૂ.૧૧૫૩ ખુલ્યા બાદ ઘટીને સાંજે રૂ.૧૧૫૦ હતા. એન.કે. ના ભાવ સવારે રૂ.૧૧૫૫ હતા તે સાંજે રૂ.૧૧૫૫ હતા. ગાંધીધામના શીપસાના ભાવ સવારે રૂ.૧૧૪૦ થી ૧૧૫૦ હતા તે સાંજે રૂ.૧૧૩૮ થી ૧૧૪૮ થયા હતા. દિવેલના ભાવ સવારે રૂ.૧૧૫૭ ખુલ્યા બાદ સાંજ રૂ.૧૧૫૫ બોલાતા હતા.
એરંડાનો ભાવ | ભાવ | ફેરફાર |
---|---|---|
ખોળ | 12700 | 0 |
ડીકેક | 6600 | 0 |