Agriculture Krushi Union Budget 2022 live updates : કૃષિ બજેટ 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કેન્દ્રીય બજેટમાં ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે તે માટે નાણા મંત્રી નિર્મલા સીતારમનએ કૃષિ ક્ષેત્ર માટે જુદી-જુદી જાહેરાત કરવામાં આવી છે.

ખેડૂતોને આપી મોટી ભેટ કેન્દ્રીય બજેટમાં, સરકાર MSP હેઠળ ખેડૂતોને આપશે 2.70 લાખ કરોડ…

Agriculture Krushi Union Budget 2022 live updates : કૃષિ બજેટ 2022
Agriculture Krushi Union Budget 2022
  • રવી 2021-22માં ઘઉં અને ખરીફ 2021-22માં ડાંગરની અંદાજિત ખરીદીમાં 163 લાખ ખેડૂતો પાસેથી 1,208 લાખ મેટ્રિક ટન ઘઉં અને ડાંગર આવરી લેવામાં આવશે.
  • આશરે રૂ. 2.37 લાખ કરોડ એમએસપીની સીધી ચુકવણી તેમના ખાતામાં થશે: નિર્મલા સીતારમન
  • આગામી વર્ષોમાં સમગ્ર દેશમાં કેમિકલ મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે : નાણા મંત્રી
  • કેન્દ્રીય બજેટ 2022 દરમિયાન, ગંગાના કિનારે રહેતા ખેડૂતોની જમીન પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ માટે 5 કિલોમીટર પહોળો કોરિડોર બનાવવામાં આવશે.
  • તેલીબિયાના પાક માટે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે.
  • તેલીબિયાના પાક માટેની આયાત પર આધાર ઘટાડાશે.
  • ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ડ્રોન મારફતે કૃષિ પર ભાર આપવામાં આવશે.
  • જેના પર વધારે ભાર મુકવામાં આવ્યો એ કેમિકલ ફ્રી નેચરલ ફાર્મિંગને એટલે કે
  •  ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીશું.
  • રેલ્વે સેવા દ્વારા નાના ખેડૂતો તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે નવા ઉત્પાદનો અને કાર્યક્ષમ લોજિસ્ટિક્સ સેવા બનાવશે.
  • બધા રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ પોતાના પાઠ્યપુસ્તક માં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરે.
  • નવા ટાર્ગેટ સાથે વર્ષ 2023ને મેગા અનાજ વર્ષ જાહેર કરવામાં આવશે.
  • પાણીની વ્ય્વસ્થા માટે 5 નદીઓને પરસ્પર જોડવામાં આવશે, જેથી સિંચાઇ અને પીવાના પાણીની યોજનાઓમાં વધારો કરાશે.
  • તેમજ ફળ અને શાકભાજી પકવતા ખેડૂતોને પેકેજ/સહાય મળશે.
  • નવીનતમ કર્યો માટે એગ્રી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવા પર ફોર્સ.
  • જે લોકો કૃષિ સ્ટાર્ટઅપને શરૂ કરવા માંગતા હોય એ લોકોને NABARD દ્વારા ફન્ડિંગ કરાશે.

  • વધુમાં નાણામંત્રીએ કહ્યું કે ખેડૂતોને ડિજિટલ સેવાઓ પૂરી પાડવામાં આવશે અને ભારતમાં ગરીબી નાબૂદીના લક્ષ્ય પર જોરશોરથી કામ કરવામાં આવશે. 100 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનસ બનાવવામાં આવશે.
  • નાણામંત્રીએ કહ્યું કે બજેટથી ખેડૂતો, યુવાનોને ફાયદો થશે. આત્મનિર્ભર ભારતમાંથી 16 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે.
  • કૃષિ ક્ષેત્ર અને ખેતી સાથે સંકાળાયેલા સાધનો/યંત્રો ના ભાવમાં ઘટાડો થશે.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment