ગુજરાતમાં કપાસની આવકમાં સતત વધારો હોવા છતાં કપાસન ભાવમાં આવ્યો ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કપાસ માર્કટમાં આજે ભાવની દ્રષ્ટિએ દસેક રૂપિયા સારૂ હતું, આજે ગુજરાતમાં મહારાષ્ટ્રના કપાસની ૩૦૦ ગાડી અને લોકલ કાઠિયાવાડના કપાસમાં ૩૫૦ ગાડીના કામકાજ થયા હતા. બ્રોકરો કહે છે કે, પીઠાઓ છેલ્લા બે દિવસથી કાઠિયાવાડના કપાસથી ઉભરાઇ રહ્યા છે, કપાસની ક્વોલિટી પણ પ્રમાણમાં સુધરી ગઇ છે ત્યારે જીનર્સો યાર્ડોમાંથી જ કપાસ ખરીદીને પ્રાધાન્ય આપી રહ્યા છે.

મહારાષ્ટ્ર અને મેઇન લાઈન ડભોઇ તરફથી આવી રહેલા કપાસ કરતા કાઠિયાવાડના કપાસની ક્વોલિટી સારી ગણાવાઈ રહી હોવાથી, પરપ્રાંતનતા કપાસના કામકાજ ઘટ્યા છે. આજે મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૫૫૦ થી ૧૬૪૦ના ભાવે અને કાઠિયાવાડના લોકલ કપાસના રૂ.૧૬૦૦ થી ૧૬૮૦ના ભાવે કામકાજ થયા હતા.

દિવાળીના તહેવારો પહેલા ખેડૂતો ક્પાસ વેચવા ઉતાવળા બન્યા, ભાવનગરમાંથી પણ નવ નંબરમાં સાઉથવાળાની લેવાલી સારી હોવાથી ઊંચા ભાવ…

ગુજરાતના પીઠાઓમાં આજે કપાસની કુલ આવક ૩.૨૨ લાખ મણ નોંધાઇ હતી, પ્રતિ મણના રૂ.૮૦૦ થી ૧૭૪૦ સુધીના ભાવ બોલાયા હતા. સૌથી વધુ આવક બોટાદ ખાતે કપાસની એક લાખ મણની આવક થઇ હતી. બ્રોકરો કહે છે કે, હાલ તહેવાર આવ્યા છે એટલે ખેડૂતોમાં કપાસ વેચવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હોવાથી યાર્ડોમાં કાચા કપાસની આવક સડસડાટ વધી રહી છે.

કપાસનો ભાવ જાન્યુઆરી સુધી મણનાં રૂ. ૧૨૬૦ થી ૧૪૦૦ વચ્ચે રહેશેઃ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી

બીજી તરફ કપાસની ગુણવત્તા સુધરી રહી હોય, જીનર્સોની ડીમાન્ડ પણ વધી રહી હોવાથી ખેડૂતોને પ્રમાણમાં સારા ઉત્તમ ભાવ મળી રહ્યા છે. હાલ તો, દીવાળી સુધી બજારમાં આવું જ રહેશે તેવા શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. દીવાળી બાદ કપાસની આવકોનો કેવો ટ્રેન્ડ જોવા મળે છે ? તેમજ જીનર્સોની ખરીદીનું પ્રમાણ કેવું રહે છે ? તેના પર બજારની આગામી રૂખનો અંદાજ આવશે.

ખેડૂતોની સારા કપાસ પર મજબૂત પક્કડ રહે છે કે, લગ્નસરાની સીઝનમાં વેચવાલી નીકળે છે ? પરપ્રાંતના કંપાસની કેવી આવકો રહે છે ?, મેઇન લાઇનમાંથી આવતો કપાસ જીનર્સોની ખરીદીના ક્રાઈટેરિયામાં બેસે છે કે નહીં ? જીનર્સોની ડીસ્પેરિટી ઘટે છે અથવા બંધ થાય છે કે નહીં ? આવા અનેક કારણોને કેન્દ્ર સ્થાને રાખીને બ્રોકરો સીઝનની નવી ચાલ કેવી રહેશે તે અંગે ગણતરીઓ માંડી રહ્યા છે.

ઉત્તર ગુજરાત તરફ આજે મહારાષ્ટ્રના કપાસની ૧૫૦ ગાડી અને લોકલ કાઠિયાવાડની ૨૫૦ ગાડીની આવકો હતી, તો સૌરાષ્ટ્ર કાઠિયાવાડ તરફ મહારાષ્ટ્ર અને મેઈન લાઈઇનમાંથી છૂટી છવાઇ ૧૫૦ ગાડીઓની આવક હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment