ગુજરાતમાં હવે મગફળીની અવાક ઘટવાના એંધાણ, મગફળીના ભાવમાં આવ્યો ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળી અને સીંગદાણાની બજારમા ભાવ અથડાય રહ્યાં છે. મગફળીની વેચવાલી એકદમ ઓછી થવા લાગી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આવકો ગત સપ્તાહની તુલનાએ રપ ટકા જેવી કપાય ગઈ છે અને હવે ત્યાં વધે તેવા ચાન્સ બહુ ઓછા છે. મોટા ભાગનાં સેન્ટરમાં આવકો હવે ઘટવા લાગશે.

બીજી તરફ બિયારણ ક્વોલિટીનાં દાણામાં સાઉથની લેવાલી સારી છે. ભાવનગરમાં આજે નવ નંબરની મગફળીમાં રૂ.૧૨૦૦થી ૧૬૫૧ સુધીનાં ભાવ ક્વોટ થયાં હતાં. હાલ સાઉથનાં ૭ થી ૮ વેપારીઓ ત્યાં હાજર હોવાથી તેની લેવાલી સારી છે.

ગોંડલમાં નવી મગફળીની આવકો બુધવારે રાત્રે શરૂ કરી છે, પરિણામે આજે કેટલી આવક થાય છે તેનાં ઉપર સૌની નજર છે. ગોંડલમાં મગફળીનાં ૪૦ થી ૪૨ હજાર ગુણીનાં વેપારો થયા હતાં. ભાવ જી-૨ર૦માં રૂ.૧૦૦૦ થી ૧૧૪૦, ૩૯ નબંરમાં રૂ.૮૫૦ થી ૧૧૨૦ અને જીણી અન્ય જાતોમાં રૂ.૮૫૦ થી ૧૧૦૦નાં ભાવ હતાં.

સૌરાષ્ટ્રના ભાવનગર માંથી પણ નવ નંબરમાં સાઉથવાળાની લેવાલી સારી હોવાથી ઊંચા ભાવ મળ્યા…

રાજકોટમાં ૧૫ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ રોહીણીમાં રૂ.૮૫૦ થી ૧૦૬૦, ર૪ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૦૮૦, ૩૭ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૦૭૦, ૩૯ નંબરમાં રૂ.૮૫૦ થી ૧૦૫૦ અને જી-૨૦માં રૂ.૬૯૮૦ થી ૧૧૪૦નાં ભાવ હતાં. બીટી ૩૨ નંબરમાં રૂ.૯૫૦ થી ૧૦૬૦નાં ભાવ હતાં. ૬૬ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૪રપનાં ભાવ હતાં.

હળવદમાં ૪૦ હજાર ગુણીની આવક હતી અને ૨૦ હજાર ગુણીનાં વેપારો હતાં. ભાવ પીલાણમાં રૂ.૬૦૦ થી ૧૦૦૦ અને દાણાબરમાં રૂ.૧૦૫૦ થી ૧૧૦૦ સુધીના ભાવ હતાં.

હિંમતનગરમાં ૧૫ થી ૨૦ હજાર ગુણીની આવક હતી અને ઊંચામાં ભાવ રૂ.૧૦૩૩ અને નીચામાં ૧૩૬૦ નાં ભાવ હતાં.

ડીસામાં ૬૩ હજાર ગુણીની આવક હતી અને ઊંચામાં ભાવ રૂ.૧૦૨૦ અને નીચામાં ૧ર૩રનાં ભાવ હતાં.

પાલનપુરમાં ૪૦ હજાર ગુણી, પાથાવાડામાં ૫૦ હજાર ગુણી અને ઈડરમાં ૧૨ હજાર ગુણીની આવક થઈ હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment