Monsoon in gujarat today: હવે ૧૨ જૂન સુધી સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રિમોન્સૂન વરસાદ આવશે, વાદળાઓ ધીમે ધીમે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર આવવા લાગ્યા છે.
મુખ્ય મુદ્દાઓ
Table of Contents
ગુજરાતમાં વરસાદની સંભાવના
આજે સવારથી દક્ષિણ ગુજરાતના સુરત અને આસપાસના વિસ્તારોમાં સવારથી વરસાદ સારું થઈ ગયો છે. હવે અઠવાડિયાની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં અમુક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે.
આજે સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદ
હાલ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં આજે સવારથી કતારગામ, અઠવાગેટ, રિંગરોડ, અડાજણ, ડભોલી અને રાંદેર સહિતના સંખ્યાબંધ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યાનું જાણવા મળે છે.
imd monsoon forecast gujarat : દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમા ભારે બકારા બાદ વીજળીના ચમકારા વચ્ચે ૧ ઇચ સુધીનો વરસાદ : આગામી ૬ દિવસમાં હળવાથી મધ્યમ ગુજરાતમાં વરસાદની આગાહી…
બિહારમાં હવામાન ખાતાનું એલર્ટ
બિહારના ૧૦ જિલ્લા માટે હવામાન ખાતાનું એલર્ટ જાહેર, બિહારના ૧૦ જિલ્લાઓમાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી આપવામાં આવે છે. હવામાન વિભાગ ખાતાએ અમુક વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
રાજ્ય ભરમાં ભારે બફારા સાથે ગરમીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે દક્ષિણ ગુજરાત પંથકમાં વીજળીના ચમકારા સાથે એક ઇચ સુધીનો વરસાદ નોંધાયો છે. નેઋત્ય દિશા તરફ થી ભેજવાળા પવનને પગલે રાજ્યભરમાં ભારે બફારો થઈ રહ્યો છે, પ્રજાજનો વરસાદની ભારે આતુરતાથી રાહ જોઈ રહીયા છે ત્યારે દક્ષિણ ગુજરાત વીજળીના કડાકા ભડાકા સાથે વાદળોના ગળગળાટ વચ્ચે વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં વરસાદની આંકડાવાળી
ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં નાંધાયેલ વરસાદના આંકડાને જોઈએ તો માંગરોળ ૨૭ મીમી, સુબીર ૨૦ મીમી, વઘઈ ૧૨ મીમી, ઓલપાડ, ખેરગામ, અને કુકરમુંડા ૮ મિમી, સુરત, સોનગઢ, અને માંડવી ૫ મિમી વરસાદ નોધાયો છે.
વાપી અને છોટાઉદેપુરમાં વરસાદ
વાપી ખાતે પણ વહેલી સવારે વાદળોના ગડગડાટ અને વીજળી ના ચમકારા એ બિહામણું દશ્ય ઊભું કર્યું હતું પરંતુ માત્ર ઝાપટાં જ પડ્યા હતાં જેને પગલે બફારા માં વધારો થયો છે. જ્યારે આજે સવારથી છોટાઉદેપુરનાં કવાંટ પંથક માં માત્ર બે કલાક માં ૧૫ મીમી, વરસાદ ખાબકયો છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી
હવામાન ખાતા તરફથી કરાયેલ આગાહી અનુસાર ગુજરાત પર સાયક્લોનિક સર્કુલેસન બનતા વરસાદની વકી છે, આગામી ૬ દિવસ દરમ્યાન અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.