સીંગતેલ તુટતા મગફળીનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો

WhatsApp Group Join Now
Telegram Group Join Now
groundnut oil breaking Agriculture in Gujarat peanut crop apmc market price news saw a decrease

સીંગતેલ લુઝનાં ભાવમાં એકધારો ઘટાડો થવાને પગલે મગફળીની બજારમાં પણ ઘટાડો શરૂ થયો છે. મોટા ભાગનાં સેન્ટરમાં આજે મગફળીના ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો થયો હતો. 

સારી ક્વોલિટીની મગફળીની વેચવાલી પણ ખેડૂતોએ અટકાવી

બીજીતરફ ખેડૂતો હવે સારા માલ લઈને પણ આવતા નથી અને તેનાં વેપારો ગામડે બેઠા જ કરી લે છે. યાર્ડમાં પરિણામે સારો માલ ઓછો હોવાથી ઊંચી રેન્જનાં ભાવ હવે ખાસ બોલાતાં નથી. આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારની તેજી-મંદીનો મોટો આધાર રહેલો છે.

ગોંડલમાં ૨૧ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-૨૦માં રૂ.૬૦૦થી ૧૦૩૦, રોણહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૫૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૮૫૦થી ૯૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૧૨ હજાર ગુણીનાં વેપાર હતા.ભાવ ટીજે ૩૭માં રૂ.૮૪૦થી ૯૨૦, ર૪ નં રોહીણીમાં રૂ.૮૮૦થી ૯૩૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૦૦, જી-૨૦માં રૂ.૬૬૦થી ૧૦૭૫, ૬૬ નંબરમાં રૂ.૭૫૦થી ૯૪૦ અને ૯૯ નં.માં રૂ.૬૦૦થી ૯૫૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૧૦૬નાં ભાવ હતાં.


જામનગરમાં નવી ૩૪ હજાર ગુણીની આવક હત અને તેમાંથી ૭ થી ૮ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-૨૦માં રૂ.૯૦૦ થી ૯૯૩, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૦૩૦ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૨૬૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૯૭પ૫નાં ભાવ હતાં.

મહુવામાં ૩૬૦૦ ગુણીની આવક હતી અને મગફળીનાં ભાવ મગડીમાં રૂ.૬૪૫ થી ૧૧૦૦ અને જી-૨૦માં રૂ.૮૨રથી ૧૦૪૮નાં ભાવ હતાં.

હળવદમાં ૧૨૦૦ ગુણીની આવક હતી અને નબળા માલમાં રૂ.૮૦૦થી ૮૫૦ અને સારા માલમાં રૂ.૬૦૦થી ૯રપનાં ભાવ હતાં. 

હિંમતનગરમાં ૧૦થી ૧૧ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯રપથી ૧૨૮૩નાં હતાં. ડીસામાં ૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૫૦થી ૧૧૫૧ નાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment