દેશમાં કપાસની આવક વધી છતાં કપાસમાં ભાવ સુધર્યા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશમાં રૂની આવક વધીને પોણા ત્રણ લાખ ગાંસડીએ પહોંચી હતી જો કે કેટલીક એજન્સીઓ આજે ૨.૯૨ લાખ ગાંસડીની આવક બતાવતી હતી. મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાના આ ત્રણ રાજ્યોની જ આવક ૧.૮૦ થી ૧.૮૫ લાખ ગાંસડીની થઇ રહી છે.

નોર્થના ત્રણ રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની આવક છેલ્લા બે દિવસથી સતત વધી રહી છે. નોર્થમાં હવે ઘઉનો વાવેતર સમય પૂરો થતાં ૩૧મી ડિસેમ્બર સુધી આવક વધતી રહેવાની ધારણા છે.

મહારાષ્ટ્ર અને તેલંગાનામાં સીસીઆઇની ખરીદી પૂરજોશમાં ચાલુ રહી હોઇ હાલ આવક સારી છે. ગુજરાતમાં સીસીઆઇની ખરીદી અનેક સેન્ટરમાં થઇ રહી છે પણ ખેડૂતોને સીસીઆઇમાં કપાસ વેચવાની પ્રેકટિસ ન હોઇ ગુજરાતમાં સીસીઆઈઇને ઓછો કપાસ મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં નવા કપાસની આવક ૧.૦૧ લાખ મણની હતી અને ભાવ નીચામાં રૂ.૧૦૧૦ થી ૧૦૩૦ અને ઊંચામાં રૂ.૧૧૨૫ થી ૧૧૫૦ હતો જ્યારે જૂના કપાસની આવક ૨૫૦૦ મણની હતી અને તેના ભાવ નીચામાં રૂ.૯૨૫ થી ૧૦૫૦ હતા.


સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા કપાસમાં ભાવ આજે નીચામાં રૂ।.૫ અને સારી કવોલીટીના કપાસમાં રૂ।.૧૦ થી ૧૫ સુધર્યા હતા જ્યારે જુના કપાસમાં પણ મણે રૂ।.૧૦ સુધર્યા હતા.

સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરોનું કહેવું હતું કે સૌરાષ્ટ્રમાં હવે કપાસનો બગાડ દિવસેને દિવસે વધી રહ્યો છે. નવરાત્રી સુધી સૌરાષ્ટ્રમાં કપાસની કવોલીટી એકદમ સારી હતી પણ ત્યારબાદ ગુલાબી ઇયળનો ઉપદ્રવ એકાએક વધી જતાં કપાસની કવોલીટી સતત બગડી રહી છે.

હાલ સુરેન્દ્રનગર, અમરેલી, મોરબીના કેટલાંક ગામડાના કપાસની કવોલીટી સાવ બગડી ચૂકી છે જ્યારે હજુ ધોરાજી, ધ્રોલ, જામનગર પટ્ટાની કપાસની ક્વોલીટી સારી છે.

સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતોએ ખેતરમાંથી કપાસ કાઢીને શિયાળુ પાકો વાવી દીધા છે જે ખેડૂતોને કપાસ બગડી ગયો છે તેઓએ કપાસ વેચી નાખ્યો છે. સારી કવોલીટીનો કપાસ હાલ ગોડાઉનોમાં ભરેલો છે આથી હવે કપાસના ભાવ સુધરશે તો જ આવક થશે.


આજે ગામડે બેઠા કપાસના ભાવમાં મણે રૂ.૧૫ થી ર૦ વધીને રૂ।.૧૧૦૦ બોલાતા હતા. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ કપાસના ભાવ ગુરૂવારે રૂ. ૫ થી ૧૦ સુધર્યા હતા ગુરૂવારે જીનપહોંચ બેસ્ટ કપાસના રૂ.૧૧૪૬૦ થી ૧૧૪૫, મિડિયમ કપાસના રૂ.૧૧૨૫ થી ૧૧૩૫ અને એવરેજ કપાસના રૂ.૧૧૦૦ થી ૧૧૧૦ બોલાતા હતા.

જૂના કપાસના રૂ.૧૦૩૦ થી ૧૦૫૦ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૦૯૦ થી ૧૧૧૫ અને મેઇન લાઇનના કપાસના રૂ।.૧૦૩૫ થી ૧૦૪૦ સુધી ભાવ બોલાતા હતા. કડીમાં આજે મહારાષ્ટ્રના કપાસની આવક ૩૦૦ ગાડી રહી હતી.

કડીમાં મહારાષ્ટ્રના કપાસના ર્‌।.૧૦૭૦-૧૧૧૦ , મેઈન લાઇનના કપાસના રૂ.૧૦૪૦-૧૦૪૭૦, કાઠિયાવાડના કપાસના રૂ.૧૧૩૦-૧૧૪૦ , આંધ્રના કપાસના રૂ.૧૦૮૦-૧૧૨૦ અને કર્ણાટકના કપાસના રૂ.૧૧૦૦ થી ૧૧૪૦ ભાવ હતા. કડીમાં દેશાવરના કપાસના ભાવ આજે મણે રૂ.૧૦ થી ૧૫ સુધર્યા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close