ડુંગળીમાં મંદીઃ નિકાસ પ્રતિબંધ દૂર કરવા ખેડૂતોની માંગ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now
Agriculture in India recession in onions crop market farmers demand lifting of onion export India ban

ડુંગળીમાં ફરી કારમી મંદી જોવા મળી રહી છે અને ડુંગળી બજાર સમાચાર ની વાત કરીએ તો દિવાળી બાદ ભાવ સડસડાટ નીચે ઉતરી રહ્યા છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રનાં ખેડૂતોએ ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ તાત્કાલિક અશરથી દૂર કરવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે.

એશિયાની સૌથી મોટી મંડી નાશીકની લાસણગાંવમાં ડુંગળીનાં ભાવ છેલ્લા સવા મહિનામાં ૬૫ ટકા જેટલા તુટી ગયા છે. ગુજરાતમાં પણ ડુંગળીનાં ભાવ ઘટીને મણનાં રૂ.૫૦૦ની અંદર પહોંચી ગયાં છે.

કેન્દ્ર સરકારે ડુંગળીનાં ભાવ વધ્યાં ત્યારે ગત સપ્ટેમ્બરમાં નિકાસ ઉપર  પ્રતિબંધ મૂક્યો હતો, પંરતુ હવે નવી ચોમાસું ડુંગળીની આવકો શરૂ થવા લાગતાં ભાવ ઘટવા લાગ્યા છે. 

હાલ જે લાલ પત્તી ડુંગળી આવે છે તેનો સ્ટોક કરી શકાતો નથી, જેને પગલે જેવી ખેડૂતો લાવે એવી જ બજારમાં ઠલવાઈ રહી છે, જેને પગલે સરેરાશ ડુંગળીની બજારમાં ભાવ ઝડપથી તુટો ગયા છે.


મહારાષ્ટ્રનાં ખેડૂત ઉત્પાદક સંગઠનોએ ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી દૂર કરવા માટે માંગણી કરી છે. જો સરકાર દ્વારા નિકાસ પ્રતિબંધ દૂર કરવામાં નહીં આવે તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. હાલમાં સરકારે સ્ટોક લિમીટ પણ લાદી છે અને નિકાસ ઉપરનો પ્રતિબંધ પણ મૂક્યો હોવાથી ભાવ ઝડપથી તુટી રહ્યાં છે.

લાસણગાંવ મંડીમાં ડુંગળીનાં ભાવ બીજી નવેમ્બરનાં રોજ રૂ.૫૪૦૦ પ્રતિ ક્વિન્ટલ હતા, જે ઘટીને હાલ રૂ.૧૮૦૦ પ્રતિ કિવન્ટલની સપાટી પર પહોંચ્યાં હતાં. મંગળવારે ભારત બંધનાં એલાનને પગલે નાશીકની મોટી ભાગની મંડીઓ બંધ હતી અને હરાજી થઈ શકી નહોંતી, પરંતુ બુધવારે  જ્યારે બજારો ખુલશે ત્યારે ભાવ હજી નીચા આવે તેવી સંભાવનાં છે. 

ગુજરાતમાં ડુંગળીનાં ભાવ વધીને ૨૦ કિલોનાં રૂ.૧૦૦૦થી ૧૧૦૦ની ઊંચી સપાટી પર પહોંચ્યા હતા, જે હવે ઘટીને રૂ.૫૦૦ની નજીક પહોંચી ગયાં છે. નીચામાં નબળી ક્વોલિટીની ડુંગળી તો રૂ.૭૦થી ૭૫ પ્રતિ મણના ભાવથી જ ખપી રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતોને હવે મોટું નુક્સાન જઈ રહ્યું હોવાનું અગ્રણીઓ કહી રહ્યાં છે.

ગુજરાતમાં શિયાળુ ડુંગળીનું વાવેતર પણ ગત વર્ષની તુલનાએ બમણુ થઈને ૪૩ હજાર હેકટરમાં થયું છે. આમ નવો પાક પણ વિક્રમી આવવાની સંભાવનાં છે, જેને પગલે આગામી દિવસોમાં ગુજરાતમાં ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં ઘટીને રૂ.૪૦૦થી ૪૫૦ની સપાટી સુધી પહોંચે તેવી સંભાવનાં હાલ કેટલાક વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. 


જો સરકાર સમયસર નિકાસ ખોલી દેશે તો ઘટાડો અટકી જશે અને રૂ.૫૦૦ આસપાસ ભાવને ટેકો મળે તેવી સંભાવનાં છે. મોટા ભાગે તેજી-મંદોનો મોટો આધાર સરકારી પોલિસી ઉપર જ છે.

Leave a Comment