ડુંગળીના નિકાસ ની શરૂઆત, ભાવમાં તેજી આવી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ડુંગળીમાં નિકાસબંધી દૂર થવાને પગલે નિકાસ વેપારો ચાલુ થઈ ગયા છે. ખાસ કરીને ગલ્ફ અને શ્રીલંકા-બાંગ્લાદેશની માંગ સારી છે અને ત્યા ઊંચા ભાવથી ડુંગળી ખપી રહી હોવાથી લોકલ બજારમાં આજે મણે રૂ.૧૦૦થી ૧૨૦નો ઉછાળો સારી ક્વોલિટીની ડુંગળીમાં આવ્યો હતો.

નાશીકમાં ડુગળીમાંથી નિકાસ વેપારો ચાલુ થત્તા બજારને ટેકો મળ્યો

મહુવામાં લાલ ડુંગળીની સોમવારે ૮૫૦૦ થેલાની આવક સામે મહુવા ડુંગળીનાં ભાવ રૂ.૧૯૫તી ૬૮૬નાં જોવા મળ્યાં હતાં, જે ઊંચા ભાવમાં શનિવારની તુલનાએ રૂ.૧૩રનો વધારો બતાવે છે.


સફેદની આજે આવકો વધીને ૧૪૪૦૦ થેલાની આવક થઈ હતી અને ભાવ રૂ.૨૦૦થી પરપનાં હતાં. સફેદની હવે આવકો વધી રહી છે અને ભાવ પણ થોડા નીચા આવી શકે છે.

રાજકોટમાં ૯૦૦ ક્વિન્ટલની આવક સામે રાજકોટ ડુંગળીનાં ભાવ રૂ.૩૫૦ થી ૬૪૭૦નાં હતાં. જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીની ૩૫૦૦ ગુણીની આવક સામે ગોંડલ ડુંગળીનાં ભાવ રૂ.૧૦૦થી ૫૧૧ અને સફેદની ૯૫૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૩૮૧નાં જોવા મળ્યાં હતા.


નાશીકમાં ડુંગળીનાં ભાવ હાલ ગલ્ફ દેશો માટે રૂ.૨૮થી ૩૦ પ્રતિ કિલો, શ્રીલંકા રૂ.૨૮થી ૨૯ અને મલેશિયા માટે રૂ.૨૮થી ૨૯ પ્રતિ કિલોનાં ભાવથી નિકાસ વેપારો થઈ રહ્યાં છે, જેને પગલે પીઠાઓમાં પણ સારી ક્વોલિટીમાં ભાવ રૂ.૩૦૦૦ સુધીનાં બોલાય રહ્યાં છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close