મગફળીમાં તહેવારના કારણે વેચાણમાં અભાવ, મગફળીના ભાવમાં ઉછાળો, સીંગદાણામાં સ્થિરતા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતનાં તમામ માર્કટિંગ યાર્ડોમાં હવે સોમવાર સુધી દિવાળી વેકેશન પડી ગયુ છે, જેને પગલે એક પણ યાર્ડમાં મગફળીની આવક થઈ નહોંતી, પંરતુ જૂનાગઢમાં ડિલીવરીનાં વેપારો આજે ત્રણેક હજાર ગુણીનાં થયા હતા અને તેનાં ભાવમાં ખાંડીએ રૂ.૨૦૦નો સુધારો જોવા મળ્યો હતો.

મગફળીની બજારમાં હવે લાભપાંચમે ચારેક લાખ ગુણીની આવક થાય તેવી ધારણાં છે. દિવાળીનાં મુહૂર્તનાં વેપારો સરેરાશ વર્તમાન ભાવની આસપાસ જ થાય તેવી ધારણાં છે.

ગુજરાતમાં કાળી ચૌદસનાં દિવસે બજારમાં ખાસ કોઈ વેપારો ન હતો, પીઠાઓ તમામ બંધ…

મગફળીનાં પાકને લઈને બજારમાં નીચા અંદાજો વધારે આવી રહ્યાં છે. પાછોતરી મગફળીનાં ઉતારા બહુ નીચા છે અને વિઘે માંડ ૧૨ મણ આસપાસનાં જઉતારા આરી રહ્ય છે, જેને પગલે મગફળીનો પાક ૩૩ લાખ ટન આસપાસ જ માંડ થાય તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે, જેને પગલે દિવાળીનાં વેપારો સરેરાશ સારા ભાવથી થાય તેવી ધારણાં છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment