ભારતમાં નાફેડ દ્વારા ડુંગળીનો બફર સ્ટોક બજારમાં ઠાલવતા ડુંગળીના ભાવ માં આવ્યો તોતિંગ ધટાડો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કેન્દ્ર સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાનું આયોજન કરી રહી છે, પરંતુ દિવાળી પહેલાના સમયમાં કેન્દ્ર સરકારે ડુંગળીની તેજીને કાબુમાં રાખવા માટે અનેક પગલાઓ લીધા હોવાથી ભાવ નીચા આવી ગયાં છે. બીજી તરફ સરકારી સંસ્થા નાફેડે પણ ડુંગળીનાં બફર સ્ટોકમાંથી ૫૦ ટકા ઉપરનો સ્ટોક બજારમાં ઠલવી દીધો છે.

કેન્દ્રીય ગ્રાહક બાબતાનાં મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ડુંગળીનો કુલ ૨.૦૮ લાખ ટનનો બફર સ્ટોક કર્યો હતો, જેમાંથી ૫૦ ટકા ઉપરનો માલ બજારમાં ઠલવી દીધો છે જેને પગલે ખુલ્લા બજારમાં ભાવ નીચા આવ્યાં છે. ઓક્ટોબરનાં પહેલા સપ્તાહમાં પૂરવઠામાં ખાંચો પડવાને પગલે ભાવમાં ઉછાળ આવ્યો હતો, પંરતુ સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવાને કારણે ડુંગળીનાં ભાવ હવે નિયંત્રણમાં આવી ગયાં છે.

કેન્દ્ર સરકારનાં વિવિધ પગલાઓને લીધે ડૂંગળીનાં ભાવ ઘટ્યાઃ ખેડૂતોને ફટકો…

મંત્રાલયે વધુમાં જણાવ્યું હતુ કે ડુંગળીનાં ભાવ ગત વર્ષેની તુલનાએ નીચા જ છે. બફર સ્ટોકનાં ઓપરેશનને કારણે ડુંગળીનાં ભાવ સરેરાશ સ્ટેબલ રહ્યા છે. સરકાર દ્રારા યોગ્ય સમયનાં પગલાને કારણે ભાવ નીચા આવ્યાં છે.

ઓલ ઈન્ડિયા ડુંગળીનાં રિટેલ ભાવ ત્રીજી નવેમ્બરનાં રોજ રૂ.૪૦.૪૨ પ્રતિ કિલો છે જ્યારે હોલસેલ ભાવ રૂ.૩૨.૫૦ પ્રતિ કિલો ચાલી રહ્યાં છે. કેન્દ્ર સરકારે બીજી નવેમ્બર સુધીમાં સમગ્ર દેશમાં કુલ ૧.૧૧ લાખ ટન ડુંગળી બજારમાં ઠલવી છે.

જે ડુંગળી મોટા ભાગે દિલ્હી કોલકાતા, લખનઉ, પટણા, રાંચી, ગુવાહાડી, હૈદ્રાબાદ, બેંગ્લોર, મુંબઈ, ચંદીગઢ, કોચી અને રાઈપુરમાં વિતરણ થઈ છે, જ્યારે કેટલીક ડુંગળી મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશની લોકલ બજારમાં પણ ઠલવવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment