સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટયાર્ડ મગફળીની આવકથી છલોછલ, મગફળીનાં ભાવ ઘટવાની સંભાવનાં

મગફળીની આવકો ગાંડલ યાર્ડ ચાલુ કરી હતી અને આશરે ૧.૫૦ લાખ ગુણીની ઉપર આવક થઈ હોવાનો અંદાજ છે. ગુજરાતમાં લાભ પાંચમથી તમામ યાર્ડો ફરી શરૂ થવાનાં છે અને સમગ્ર ગુજરાતમાં મગફળીની આવક પહેલા દિવસે ચારેક લાખ ગુણીની આવે તેવી સંભાવનાં છે.

વેપારીઓ કહે છે ક હવામાન ખાતાએ બે દિવસ વરસાદની આગાહી કરી હતી, પંરતુ હવે ખાસ કોઈ એવો વરસાદ આવે તેવી સંભાવનાં નથી. મધ્યમ વરસાદની સંભાવનાં હવે ટળી ગઈ છે. વરસાદની આગાહીને પગલે ખેડૂતો ખેતીકાર્યમાં લાગ્યાં હોવાથી પણ મગફળીની આવકો શરૂઆતનાં દિવસોમાં ખાસ કોઈ વધે તેવું લાગતું નથી.

મગફળીની આવકો સમગ્ર ગુજરાતમાં સરેરાશ ધારણાં કરતાં ઓછી આવે તેવી ધારણાં…

મગફળીનાં વેપારીઓ કે છેકે પાછોતરી મગફળીમાં ઉતારા બહુ ઓછા છે અને સરેરાશ ૮થી ૧૦ મણની જ વાતો આવી રહી છે. દાણાનાં ઉતારા પણ ૧૪૦ જેવા જ આવે છે, જેને પગલે સરેરાશ મગફળીની આવકોમાં હવે ખાસ કોઈ મોટો વધારો થવાની સંભાવનાં નથી.

ઉત્તર ગુજરાતમાં તો મગફળીની આવકો ૪૦ ટકાઉપરની આવકી ગઈ છે, જેને પગલે હવે ત્યા વધવાની સંભાવનાં નથી. નવી આવકો ચાલુ થઈને તેને એક મહિના ઉપરનો સમય વીતિ ગયો છે, પરિણામે હવે વધવાની સંભાવનાં નથી.

Leave a Comment