નવી ડુંગળીની આવકો વધવા લાગી છે, પંરતુ સરેરાશ ડુંગળીમાં નીચી સપાટીથી લેવાલી આવી હોવાથી ભાવમાં મણે સારી ક્વોલિટીમાં રૂ.૨૦થી રપનો સુધારો થયો હતો.
આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં ભાવ બહુ વધે તેવા સંજોગો નથી, જેવી આવકો વધશે તેમ ભાવ ફરી નીચા આવી શકે છે. અત્યારે ક્વોલિટી માલોમાં જ લેવાલી સારી છે.
રાજકોટમાં ચાર હજાર ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૯૦ થી ૪૭૦નાં હતાં.
- ગુજરાતમાં કપાસમાં ખરીદી સતત ઘટતાં કપાસના ભાવમાં ઘટાડો
- ઘઉંના વાવેતરની પ્રક્રિયા શરૂ થતા, નવી સીઝન સુધી ઘઉંના ભાવ વધશે
- ગુજરાતમાં ઠંડી પડતા લસણની બજારમાં હવે સુધારો દેખાય તેવી સંભાવનાં
- મગફળીની બજારમાં વેચવાલીને થોડી બ્રેક લગતા મગફળીના ભાવમાં સ્થિરતા
નવી ડુંગળીની આવકો રાજકોટ, ગોંડલ અને મહુવામાં વધવા લાગી…
ગોંડલમાં ૧૪૫૦૦ કટ્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૯૧ થી ૪૩૬નાં હતાં. નબળા માલોમાં ભાવ રૂ.૧૦૦ની અંદર બોલાય રહ્યાં છે. ફેકટરી માલો સરેરાશ રૂ.૧૫૦ થી ૨૦૦ વચ્ચે ખપે છે.
મહુવામાં લાલ ડુંગળીની ૯૭૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૯૪ થી ૪૫૩નાં હતાં. જ્યારે સફેદની ૬૧૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૧૦ થી ૫૦૬નાં ભાવ હતાં.
નાશીકમાં ડુંગળીની આવકો સારી માત્રામાં થઈ રહી છે. લાસણગાંવ મંડીમાં ભાવ ઉન્હાલ કાંદામાં ક્વિન્ટલનાં રૂ.૧૦૦૦ થી ૩૨૦૦ અને લાલ કાંદામાં રૂ.૧૦૦૦ થી ૩૦૦૦નાં ભાવ હતાં.