હાલ પરપ્રાંત કપાસની આવકથી કપાસના ભાવમાં ઘટાડો, ક્યારે વેચવો કપાસ ?

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

વૈશ્વિક બજારમાં રૂના ભાવ તૂટતા તેની અસરે સ્થાનિક સ્તરે કપાસ બજારમાં મણે રૂ. ૨૫-૩૦નો ઘટાડો જોવાયો હતો, પીઠાઓમાં કપાસની ૧.૮૪ લાખ મણની આવક નોંધાઇ હતી. આખા અઠવાડિયાની વાત કરીએ તો પીઠાઓમાં ૧૧.૬૦ લાખ મણની આવક થઇ હતી.

ગુજરાતમાં મહારાષ્ટ્રથી ૨૦૦, મેઇન લાઇનમાંથી ૫૦, આંધ્ર, કર્ણાટકમાંથી ૫૦ ગાડીઓની આવક હતી, લોકલમાં ૨૦૦ ગાડીના કામકાજ થયા હતા. જીનર્સા કહે છે કે, હાલ પરપ્રાંત અને લોકલ કપાસના ૧૬૦૦ થી ૧૬૭૫ સુધીના ભાવ છે, આ ભાવે ડીસ્પેરિટી રહે છે, એટલે ખપ પુરતી જ ખરીદી થઇ રહી છે.

હાલ બજારમાં અનિશ્ચિતતા વચ્ચે વેઈટ એન્ડ વોચનો સ્થિતિ છે. પીઠાઓમાં કપાસના રૂ.૮૦૦ – ૧૭૩૦ના ભાવ હતા…

રૂ અને કોટન યાર્નના ભાવમાં વધારો થયો હોવાના ખોટા આંકડાને લીધે તેની અસર સંપૂર્ણ ઉદ્યોગ ઉપર થાય છે, એમ ટી.ટી.લિ.ના ચેરમેન રિકબ જેનનું કહેવું છે. તેમણે આ બાબતે એપેરલ એક્સપોર્ટ એન્ડ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન, સીએમએઆઈના ચેરમેન, દરેક ગાર્મન્ટ એન્ડ હોઝીયરી એસોસિયેશન્સના ચેરમેન અને સેક્રેટરી તેમ જ સિટી, દરેક સ્પિનિંગ મિલ્સ અને ટેક્સ્ટાઈલ્સ, ઉધ્યોગ અને રેલવે પ્રધાન પિયુષ ગોયલને ઓપન લેટર મોકલ્યો છે.

રૂ અને કોટન યાર્નના ભાવ ખોટા હોય છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં આંતરિક મતભેદો હોઈ શકે પરંતુ ખોટા ભાવ ન આપવા જોઈએ. આવા પ્રકારની ખોટી માહિતીને લીધે છેલ્લા અમૂક સપ્તાહોમાં રૂના ભાવ ૭૦ ટકા વધ્યા છે.

Leave a Comment