મહુવામાં ડુગળીનાં ભાવ ઊચી સપાટીથી ઘટયા: ગોંડલ-રાજકોટમાં ભાવમાં સુધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ડુંગળીની બજારમાં નિકાસબંધી દૂર થયા બાદ એકધારા વધી રહેલા ભાવમાં થોડી બ્રેક લાગી છે. ખાસ કરીને મહુવામાં ભાવ રૂ.૬૦૦ની ઉપર પહોંચી ગયા હતા, જ્યાંથી આજે રૂ.૫૦થી પણ વધુનો કડાકો બોલી ગયો હતો.

ગોંડલ-રાજકોટ સહિતનાં સેન્ટરમાં સરેરાશ બજારો સારા હતા, પંરતુ બહુ મોટી તેજી હાલનાં લેવલથી દેખાતી નથી તેમ વેપારીઓ કહે છે.


મહુવામાં લાલ ડુંગળીની ૪૭૦૦ થેલાની આવક સામે મહુવામાં ડુંગળીનાં ભાવ રૂ.૧૩૮થી ૫૫૯નાં હતાં, જે ગઈકાલે ઊંચામાં રૂ.૬૧૮ સુધીનાં ભાવ હતાં. સફેદની ૮૪૦૦ થેલાની આવક સામ ભાવ રૂ.૨૩૩થી ૫૭રનાં હતાં.

રાજકોટમાં લાલ ડુંગળીની ૩૦૦ ક્વિન્ટલની આવક સામે રાજકોટમાં ડુંગળીનાં ભાવ રૂ.૩૦૫થી ૫૮૦નાં હતાં. જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીની ૧૭૦૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૬૫૧ અને સફેદની ૧૨૦૦ ગુણીની આવક સામે ગોંડલમાં ડુંગળીનાં ભાવ રૂ.૧૪૧થી ૪૩૦નાં હતાં. ગોંડલમાં સફેદની આવકો પણ હવે ધીમી ગતિએ વધી રહી છે.


ડુંગળીમાં આજથી નિકાસ વેપારો ચાલુ થઈ ગયા છે, પરંતુ ઊંચા ભાવથી હાલ માલ ખપતો નથી. વળી બાંગ્લાદેશ-શ્રીલંકા સિવાયનાં દેશની માંગ જોઈએ એવી નીકળી હતી. ગલ્ફની માંગ ઉપર મોટો આધાર છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment