જૂની મગફળીમાં ખરીદીનાં અભાવે ઘટાડોઃ ઉનાળું મગફળીના ભાવમાં સ્થિરતા

WhatsApp Group Join Now
Telegram Group Join Now


ઉનાળુ મગફળીની આવકો વ્યારા બાજુથી આવવા લાગીછે અને ભાવનગર પટ્ટીમાં પણ થોડા દિવસમાં ચાલુ થઈ જાય તેવી ધારણાં છે, જેને પગલે હાલ જૂની મગફળીની બજારો પણ ઘટવા લાગી છે. દરમિયાન સીંગદાણાના બજાર ભાવ ટકેલા રહ્યાં હતાં. જૂનાગઢ બાજુ મગફળીની બજારો ડાઉન હતી.

વ્યારાની નવી મગફળીનાં ભાવ સૌરાષ્ટ્ર પહોંચ રૂ.૧૨૫૦થી ૭૫માં સ્ટેબલ હતા. જ્યારે જામનગર બાજુ જૂનીમાં રૂ.૧૨૫૦ સુધીનાં ભાવ મિલ ડિલીવરીમાં બોલાતાં હતાં.

ઉનાળુ મગફળીની આવકો હજી સૌરાષ્ટ્રમાં ચાલુ થઈ નથી. પાંચમી મે પછી યાડો ખુલે છે કે નહીં એનાં ઉપર આધાર છે. જો યાર્ડો ખુલી જશેતો મગફળીની થોડી-થોડી આવકો ભાવનગર-મહુવા બાજુ દેખાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

જામનગર બાજુ જુની મગફળીમાં રૂ.૧૨૫૦ આસપાસનાં ભાવ બોલાવા લાગ્યાં…


ઉનાળુ મગફળીની આવકો શરૂ થાય બાદ બહુ મોટી  આવકો થાય તેવું હાલ લાગતુ નથી. મે મહિનાનાં અંતમાં ઉતર ગુજરાતમાં ડીસા સહિતનાં સેન્ટરોમાં ચાલુ થવાની સંભાવનાં છે અને ત્યાં આ વર્ષે પણ સારા વાવેતર થયા છે.

મગફળીનાં વેપારી કહે છેકે ઉનાળુ આવ્યાં બાદ સીંગદાણામાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર બજારનો મોટો આધાર છે. નાફેડની વેચવાલી પણ જો નીચા ભાવથી આવે તો બજારમાં વેપારો વધી શકે છે. સીંગદાણામાં સરેરાશ બજારો ટકેલા રહ્યા હતાં, કોમર્શિયલનાં ભાવ રૂ.૯૪,૦૦૦ પર હતા.


એચપીએસમાં હાલ બ્લાંચ ક્વોલિટીમાં થોડો-થોડા વેપાર થાય છે, જેને પગલે બજારને ટેકો મળી રહ્યો છે. જાવા-ટીજેમાં પણ એકાદ સપ્તાહ બાદ ભાવ રેગ્યુલર બોલાવાનાં શરૂ થાય તેવી ધારણાં છે. હાલ વેપાર ન હોવાથી કોઈ ભાવ બોલવા તેયાર નથી.

બજારનો ટ્રેન્ડ હાલ પૂરતો મિશ્ર છે. વ્યારા બાજુથી સીંગદાણમાં કોઈ વેપારો ખાસ થતા નથી, પરંતુ ત્યાં આગામી સપ્તાહથી વેપારો વધે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યં છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close