કપાસના ભાવ સતત તૂટી રહ્યા હોઇ ત્યારે આટલા થયા રૂના ભાવ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશભરમાં કપાસની આવક શુક્રવારે વધુ ઘટી હતી. શુક્રવારે દેશમાં કપાસની આવક ઘટીને ૩ર થી ૩૩ લાખ મણ એટલે ૧.૩૪ લાખ ગાંસડી થી ૧.૩૮ લાખ ગાંસડી રૂની આવક જોવા મળી હતી.

ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય એકપણ રાજ્યમાં કપાસની નોંધપાત્ર આવક નથી. તેલંગાનામાં એક તબક્કે રોજની ૧૩ થી ૧૪ લાખ મણ કપાસની આવક થતી હતી તે ઘટીને હાલ રોજની ચાર થી પાંચ લાખ મણ જ કપાસની આવક થઇ રહી છે.

ઉત્તર ભારતના રાજ્યોમાં આવક ઘટીને હવે અઢી થી ત્રણ લાખ મણની જ થઈ રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં હાલ ર૪ થી રપ લાખ મણ કપાસની આવક થઈ રહી છે. દેશમાં કુલ કપાસની આવકમાંથી ૭૦ થી ૭૫ ટકા આવક આ ત્રણ રાજ્યોમાં જ થઇ રહી છે.

ફોરેન વાયદા સતત ઘટી રહ્યા હોઇ તેને પગલે રૂમાં ત્રણ દિવસમાં ખાંડીએ રૂ।.૧૨૦૦ ઘટી જતાં કપાસમાં જીનર્સોની લેવાલી ઘટી હતી તેને કારણે શુક્રવારે સતત ત્રીજે દિવસે દેશભરમાં કપાસના ભાવ માં મણે રૂ।.૧૫ થી ૨૦નો ઘટાડો જોવા મળ્યો હતો.

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ત્રણ લાખ મણ આસપાસ હતી અને ઓવરઓલ આવક ઘટીને આઠ મણની હતી કારણ કે કડીમાં જીનર્સોની કપાસ ખરીદી ઘટી જતાં દેશાવરના કપાસની આવક સાવ તળિયે પહોંચી છે.

કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે મહારાષ્ટ્રની ૧૨૫, આંધ્રની ૫૦ ગાડી અને કર્ણાટકની ૩૫ ગાડી અને કાઠિયાવાડની ૧૦૦ ગાડીની આવક હતી. કડીમાં કપાસના ભાવ આજે મણે રૂ।.૧૦ થી ૧૫ ઘટયા હતા.

કડીમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.૧૧૧૦ થી ૧૧૬૪૦, આંધ્રના કપાસના ભાવ રૂ।.૧૧૧૦ થી ૧૧૮૦, કર્ણાટકના કપાસના ભાવ રૂ।.૧૧૩૦ થી ૧૧૮૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.૧૧૨૦ થી ૧૧૭૦ના ભાવ બોલાતા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં શુક્રવારે આવક ૧.૭૫ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ।.૧૦૦૦ થી ૧૦૨૫ અને ઊંચામાં રૂ.૧૧૬૦ થી ૧૧૯૦ બોલાયા હતા. સારી કવોલીટીની કપાસમાં ઊંચા મથાળેથી આજે રૂ.૧૫ થી ૨૦ ઘટયા હતા. જીનપહોંચ કપાસમાં પણ આજે રૂ।.૧૫ થી ૨૦ ઘટયા હતા.

જીનપહોંચ કપાસમાં એક્સ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના ભાવ રૂ।.૧૧૬૦ થી ૧૧૭૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૧૩૫ થી ૧૧૪૦, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૨૦ થી ૧૧૨૫ અને એકદમ એવરેજ ક્વોલીટીના રૂ।.૧૦૮૦ થી ૧૧૦૦ ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે પાકા માલના ભાવ સતત ઘટી રહ્યા હોઇ કાચો માલની લેવાલી છેલ્લા ત્રણ દિવસથી સાવ ઘટી ગઇ છે. જીનર્સોની ડિસ્પેરિટિ સતત વધી રહી છે.

કપાસના ભાવ ઘટયા બાદ બે દિવસ સુધી ગામડે બેઠા કોઈ વેપાર થયા નહોતા પણ ઊંચા ભાવથી કપાસમાં ત્રણ દિવસમાં રૂ।.૩૦ થી ૩૫ નીકળી જતાં શુક્રવારે ગામડે બેઠા કપાસના વેપાર થયા હતા, સૌરાષ્ટ્રમાં ગામડે બેઠા ઊંચામાં રૂ।.૧૧૫૦ થી ૧૧૬૦ બોલાતા હતા. ઢસા અને ધુંધકા બાજુના ગામડામાં સારી ક્વોલીટીના કપાસના રૂ।.૧૧૬૦ થી ૧૧૬૫ના ભાવ બોલાતા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment