ડુંગળીમાં વેંચાણ ઘટતા હાલ ડુંગળીના ભાવમાં આવી શકે છે જોરદાર વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સતત બીજા દિવસે ડુંગળીના બજારમાં ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો છે. લાલ ડુંગળીની આવકો ઘટી રહી છે અને સ્ટોકવાળાનાં માલ હજી આવતા નથી. સ્ટોકિસ્ટોને ડુંગળીનાં ભાવ રૂ.૫૦૦ થાય તો જ વેચાણ કરવામાં રસ છે અને ખર્ચ પાણી નીકળે તેમ હોવાથી હાલનાં તબક્કે વેચવાલી દેખાતી નથી.

આજે નાસિક ડુંગળીની બજાર :

નાશીકમાં પણ ડુંગળીની વેચવાલી ઓછી છે, જેને પગલે બજારો ધીમી ગતિએ પણ ઉપર આવશે ખરી તેમ એક વેપારીએ જણાવ્યું હતું.

મહુવા ડુંગળીની બજાર :

મહુવામાં લાલ ડુંગળીની ગુરૂવારે કુલ ૪૭૬૦ થેલાની આવક થઈ હતીઅને ભાવ રૂ.૮૭થી ૪૩૬ની વચ્ચે હતી. જ્યારે સફેદ ડુંગળીની ૬૨૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૫૫થી ૨૭૦નાં ભાવ હતાં.

ગુજરાત મહુવામાં લાલ ડુંગળીના ભાવ સારી ક્વોલિટીમાં ઊંચામાં રૂ.૪૩૬ બોલાયાં…


ગોંડલ ડુંગળીના ભાવ :

ગોંડલમાં ૫૭૫૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૧૧થી ૩૫૧નાં હતાં. જ્યારે સફેદની ૧૫૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.9૦થી ૨૧૬નાં હતાં.

રાજકોટ ડુંગળીના બજાર ભાવ :

રાજકોટમાં ૨૦૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૮૦થી ૩૭૦નાં ભાવ હતાં. રાજકોટમાં પણ બજારો થોડી સારી હતી.

પીમ્પલ ગાંવ ડુંગળીના મંડી ભાવ :

નાશીકની પીમ્પલગાંવ મંડીમાં ડુંગળીની ૩૫૦ ટ્રેકટર અને ૨૫૭ જીપની આવક થઈ હતી અને ભાવ ગાવઠી ક્વોલિટીમાં રૂ.૧૦૦૦થી રર૪૧ અને ગોલ્ટીમાં રૂ.૪૦૦થી ૧૭૦૦નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment