ઘઉંમાં ઓછી ખરીદીથી મિલબાર ઘઉંના ભાવમાં આવ્યો ધટાડો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઘઉં બજારમાં ઓછી ખરીદીને પગલે ભાવમાં સરેરાશ નરમાઈ જોવા મળી હતી. વૈશ્વિક ઘઉંનાં બજાર ભાવ ઘટી રહ્યાં હોવાથી ઘરઆંગણેથી નિકાસમાં પેરિટી ઘટ તેવી નિકાસકારોને આશંકા હોવાથી હાલ લેવાલી ઓછી છે. બીજી તરફ સ્ટોકિસ્ટોની પણ હજી ખાસ કોઈ મોટી લેવાલી આવી નથી, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે.

ઘઉંનાં અગ્રણી વેપારીઓનું કહેવું છેકે મિલબર ઘઉનાં ભાવ સરેરાશ ક્વોલિટીમાં નીચામાં રૂ.૩૩૫થી ૩૪૦ આસપાસ અથડાયા કરશે, તેનાંથી વધારે ઘટાડો થાય તેવું લાગતું નથી. ઘઉંની આવકો હવે બહુ વધી જાય તેવું દેખાતુ નથી. વળી અનેક ખેડૂતો હવે ગામડે બેઠા પણ સારા ભાવ મળી રહ્યાં હોવાથી યાર્ડમાં લાવવાનું ટાળી રહ્યાં છે.

યાર્ડમાં વજનની ઘાટી અને માલ ગામડેથી લઈ જવાની માથાકૂટમાં પડ્યાં કરતાં ગામડે સારા ઘઉંના બજાર ભાવ મળે તો ત્યાં જ વેચાણ કરી રહ્યાં છે. પરિણામે આગામી દિવસોમાં ઘઉનાં ભાવ બહુ ઘટશે નહીં, પરંતુ તેજી પણ હાલ દેખાતી નથી.

ઘઉંની કેશોદમાં ૧રથી ૧૩ હજાર ગુણીની આવક હતી અને કેશોદ ઘઉંના ભાવ રૂ.૩૪૦થી ૩૭૫નાં હતાં.

રાજકોટમાં ઘઉંની નવી આવકો આજે બંધ હતી. પેન્ડિંગમાંથી વેપારો થયા હતાં અને રાજકોટ ઘઉંના ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.૩૪૦થી ૩૪૨, સારામાં રૂ.૩૪પથી ૩૫૫ અને સુપર ક્વોલિટીમાં રૂ.૩૭૫થી ૪૩૦ સુધીનાં ભાવ હતાં.

ગોંડલમાં ૨૦ હજાર ગુણીની આવક થઈ હતી, જેમાંથી આજે ૧૪થી ૧૫ હજાર ગુણીનાં વેપાર થયાં હતાં. ગોંડલ ઘઉંના ભાવ મિલબરમાં રૂ.૩૩૮થી ૩૪૦, લોકવનમાં રૂ.૩૫૦થી ૪૦૦ અને ટૂકડામાં રૂ.૩૫૦થી ૪૨૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં નવા ઘઉની ૭ હજાર ગુણીની આવક હતી અને હિંમતનગર ઘઉંના ભાવ મિલબરનાં રૂ.૩૪૫થી ૩૫૫, મિડીયમમાં રૂ.૩૬૦થી ૩૯૫ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૧૧થી ૪૭૫ ભાવ હતાં.

મોડાસામાં ૩૦૦૦ ગુણીની આવક હતી અને મોડાસા ઘઉંના ભાવ રૂ.૩૪૦થી ૪૧૫નાં ભાવ હતાં. ઈડરમાં ૨૦૦૦ બોરી હતી અને ભાવ રૂ.૩૪૫થી ૪૧૫નાં હતાં.

તલોદમાં નવા ઘઉની ૨૦૦૦ બોરીની આવક હતી અને તલોદ ઘઉંના ભાવ રૂ.૩૩૫ થી ૪૧૧નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment