ગુજરાતમાં ચણાની ખુબજ આવકો સામે ખેડૂતોને સારા ચણાના ભાવ મળતા રહેશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ચણો આ વખતની રવી સિઝન વાવેતરમાં વન-વે ચાલ્યો હતો. આજે રાજકોટ હોય, ગોંડલ હોય કે કોઇપણ યાર્ડ હોય, કાયમના વર્ષો કરતાં ચણાની બંપર આવકો થઇ રહી છે.

એક વખત આવક ખોલ્યા પછી ચાર-છ દિવસ સુધી ફરી ચણાની આવકોને બ્રેક મારવી પડે, એટલો ચણો યાર્ડોમાં ઠલવાઇ રહ્યોં છે. સરકારના ચણાના ટેકાના ભાવ કરતાં બજારો નીચી હોવા છતાં ટકેલા ભાવથી ખેડૂતો ચણા વેચે છે.

યાર્ડોની સામે ચણાની ટેકા ખરીદીના કેન્દ્રો પર કાગડા ઉડતા હોય એવી સ્થિતિ નિર્માણ થઇ છે. એની પાછળનું જો કોઇ કારણ હોય તો એક માત્ર ખેડૂત દીઠ ૫૦ મણ ખરીદી જવાબદાર છે. સમજી લો કે એક ખેડૂતે ૧૦ વીઘાના ચણા વાવ્યા છે, એમાંથી ૧૫૦ મણ ઉત્પાદન મળ્યું છે. ૫૦ મણ ટેકામાં અને બીજા ચણા શું ખેડૂત યાર્ડમાં વેચવા જાય?

માર્કેટયાર્ડોમાં ચણાની બંપર આવકોની સામે ટેકાની ખરીદ કેન્દ્ર પર ઓછી ખરીદીનો માહોલ…

ચણાની ખરીદી કેટલી ખેડૂત દીઠ કરવી, એ સરકારે છેલ્લે સુધી જાહેરાત નહોતી કરી, એટલે ખેડૂતોએ તો હેસો કરીને રજીસ્‍ટ્રેશન તો કરાવી લીધું હતું. આજે એ જ ખેડૂતોને પુછીએ કે સરકારની ટેકાની ખરીદો કેમ પસંદ નથી કરતાં ? ખેડૂતો જવાબ આપે છે કે શું ૫૦ મણ સરકારી ખરીદીમાં નાખીએ અને બાકીના વધેલા ચણા પીઠમાં મોકલવાની હજામત કરીએ ?

આ હિસાબ મુજબ એક મણ ચણો સરકારને વેચવા માટે રૂ.૪૦ થી રૂ.૫૦નો ખર્ચ થાય છે. એ સિવાય એક વહાનવાળો, ખૂદ ખેડૂત અને બે મજૂરની હાજરી તો ફરજિયાત. આટલી ગધ્ધામજૂરી ૫૦ મણ માટે કરવી, એના કરતાં યાર્ડના દરવાજા ખુલ્લે ત્યારે માલ ઠલવી દેવાનો. હાલની યાર્ડ બજારમાં પણ પ્રતિમણના ક્વોલિટી મુજબ રૂ.૮૭૫ થી રૂ.૯રપના ભાવ શું ખોટા?

ચણાના ખરીદ કેન્દ્રો પર ખેડૂતોની નિરસ વેચવાલી…

ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા પ્રમુખ જીલેષભાઇ કાલરિયાએ ચણા ખરીદોનો સિનારિયો જણાવતા કહ્યું હતું કે એક તો ચણા લઇને કેન્દ્ર પર જઈએ એટલે પાસ કરવાની કડાકૂટ.

બીજુ યાર્ડની જેમ રૂ.૨૦ના મણ ભાડે વહાનવાળો ન આવે. સ્પેશીયલ ભાડું બાંધવું પડે. બે મજૂરો રોકવા પડે. આ બધી જફાની ગણતરી માંડો એટલે રૂ.૨૦૦૦ થી રૂ.૨૫૦૦નો ખર્ચ માત્ર ૫૦ મણ ચણા ટેકામાં આપવા થાય છે. આ બધા સંજોગેને કારણે આ વખતે ચણાની સરકારી ખરીદી નિરસ બની ગઇ છે. સાંભળ્યું છે કે ઉત્તર ગુજરાતના કોઇક સેન્ટરોમાં સરકારી ચણા ખરીદીનો ખેડૂતોએ બહિષ્કાર પણ કર્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment