સારી ક્વોલિટીની મગફળીનું વેચાણ ઓછું હોવાથી ભાવમાં મજબુતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીમાં સરેરાશ મજબૂતાઈ જોવા મળી રહી છે અને સારી ક્વોલિટીનાં ભાવમાં સોમવારે મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો હતો. મગફળી વેચવાલી હાલ એકદમ ઓછી છે, પંરતુ સામે જે આવી રહી છે તેમાં ક્વોલિટી માલ બહુ ઓછા આવે છે. સારી મગફળી હવે બહુ આવતી નથી અને બાયરો વ્હાઈટ ફોતરું માલ ગોતી રહ્યાં છે.

ગોંડલમાં નવી મગફળીની ૫૦થી પપ હજાર ગુણીની આવક હતી અતે મંગળવારે મગફળીનાં પાલની સવારે ૭થી ૯ વાગ્યાં બે કલાક આવકો કરાશે, ગુણીની આવક નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રહેશે.

મગફળીમાં સરેરાશ મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો: ગોંડલમાં પપ હજાર ગુણીની આવક

ગોંડલમાં ર૨ હજાર ગુણીનાં વેપાર થયા હતા. મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૬૭૫થી ૧૧૦૦, રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૧૬, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૧૦૬નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૯૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.


રાજકોટમાં ૧૮ હજાર ગુણીનાં વેપાર થયા હતાં અને હજી ૩૦ હજાર ગુણી માલ પેન્ડિંગ પડ્યો છે. ભાવ ટીજે ૩૭માં રૂ.૯૦૦થી ૧૦૨૦, ર૨૪ નં. રોણહિણીમાં રૂ.૬૫૦થી ૧૦૪૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૬૦, જી-ર૦માં રૂ.૬૯૮૦થી ૧૦૮૦, ૬૬ નંબરમાં રૂ.૬૫૦થી ૧૦૫૦ અને ૯૯ નં.માં રૂ.૯૨૦થી ૯૮પનાં ભાવ હતાં. ૯ નંબરનાં રૂ.૧૦૩૫નાં ભાવ હતાં.

જામનગરમાં ૫૦૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-૨૦માં રૂ.૯૦૦ થી ૧૦રપ, ૬૬ નંબરમાં રૂ.૬૯૦૦થી ૧૦૪૫ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૧૦૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૩૦નાં ભાવ હતાં.


મહુવામાં ૩૮૦૦ ગુણીની આવક હતી અને મગડીનાં ભાવ  રૂ.૬૯૮૦ થી ૧૧૮૯, જી-પમાં રૂ.૬૩૯૦થી ૧૧૧૭૫ અને જી-૨૦માં રૂ.૮૭૫થી ૧૦૫૩નાં ભાવ હતાં.

ડીસામાં ૮૩૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૦૦થી ૧૧૦૦નાં હતાં. હીંમતનગરમાં ૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૨રપથી ૧૩૬૦નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close